ભગવતીપરામાં ઇમિટેશનના કારખાનામાંથી કારીગરોના છ મોબાઇલ અને રોકડની ચોરી
શહેરના સામા કાંઠે ભાગવતીપરા વિસ્તારમાં ઇમીટેશનના કારખાનામાંથી ધોળા દિવાસે અજાણ્યો શખ્સ કારીગરોના છ મોબાઇલ અને રૂા.10 હાજરની રોકડ સહિત કુલ રૂા.22 હજારની ચોરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. કારખાનામાં ચોરી કરવા ઘૂસેલો શખ્સ સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે વધુતપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરામાં સુખસાગર સોસાયટી શેરી નં.2 રહેતા અને સમન્વય હાઇટસ મેઇન રોડ પર ઇમિટેશનનુ કારખાનો ધરાવતા કેયુઅમ અશિફભાઇ કુરેશી (ઉ.વ.25)એ બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.10/3ના સવારના સમયે કોઇ અજાણ્યો શખ્સ તેના કારખાનામાં ગેરકાયદે પ્રવેશ કરી તેના કારખાનામાં કામ કરતા છ કારીગરોના મોબાઇલ અને બીજા માળે આવેલી ઓફીસમાં કેસ કાઉન્ટરમાં રાખેલા રૂા.10 હાજરની રોકડની ચોરી કરી નાશી છૂટયો હતો જે અંગે તેના કારખાનામાં કામ કરતા સુપરવાઇઝરે જાણ કરતા તેઓ દોડી ગયા હતા. કારખાનામાં લાગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં અજાણ્યો શખ્શ કારખાનામાં ઘૂસી ચોરી કરતો હોવાની ઘટના કેદ થઇ ગઇ હોય જેથી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.