રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અટલ સરોવરની સાઈટ પરથી 60 હજારના 593 મીટર કેબલની ચોરી

05:42 PM Feb 03, 2024 IST | Bhumika
Advertisement

શહેરની ભાગોળે રૈયા રોડ પર અટલ સરોવરની સાઈટ પરથી રાત્રીના સમયે રૂા.60 હજાર 593 મીટર કેબલની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં કાલાવડ રોડ પર કૈલાશ કેવલમ સોસાયટીમાં રહેતા મૂળ બિહારના મુજફરપુર જિલ્લાના મનીકા ગામના વતની નિશાંતકુમાર બચ્ચનપ્રસાદ સિંગ(ઉ.વ 39) દ્વારા ચોરીની આ ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. નિશાંતકુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એલ એન્ડ ટી કંપનીમાં છએક વર્ષથી નોકરી કરે છે. અને છેલ્લા ચારેક વર્ષથી રૈયા રોડ પર સરદાર ચોકની બાજુમાં એલ એન્ડ ટી ક્ધસ્ટ્રક્શન ઓફિસ ખાતે આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા.1/1/2024 ના સવારના 8:30 વાગ્યે તેઓ પોતાની સાઈટ પર હતા. ત્યારે રાત્રીના પેટ્રોલિંગમાં રહેલા સિક્યુરિટી ગાર્ડ વિજયકુમાર યાદવએ તેમને વાત કરી હતી કે, ગઈકાલ તારીખ 31/12/2023 થી આજરોજ તારીખ 1/1/2024 ની રાત્રી દરમિયાન તે પેટ્રોલિંગમાં હતો ત્યારે રૈયાધાર લાઈટ હાઉસ પ્રોજેક્ટ નજીક અટલ સરોવરના અંદરના રોડ પર લાઈટ માટેનો કેબલ લગાડવાનું કામ ચાલુ હોય જે જગ્યાએ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં ઇલેક્ટ્રીક કેબલ જોવામાં આવ્યો હતો બાદમાં દોઢેક વાગ્યે અહીં પેટ્રોલિંગ કરતા આ કેબલ જોવામાં આવ્યો ન હતો. તપાસ કરતા કંપનીના કેબલનું આખું ડ્રમ 1000 મીટરનું હોય જેમાંથી 407 મીટર કેબલ લગાવી દીધેલ હતો અને બાકીનો આશરે 593 મીટર કેબલવાળું આ ડ્રમ જેની કિંમત રૂૂપિયા 59,500 છે તે નજરે પડ્યું ન હતું. આસપાસ તપાસ કરી હતી પરંતુ કેબલ ક્યાંય નજરે ન પડતા કોઈ ચોરી કરી ગયા અને માલુ પડ્યું હતું. જેથી આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement