For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયાના પરોડિયા ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવતા ગામમાં અરેરાટી

11:40 AM Mar 23, 2024 IST | Bhumika
ખંભાળિયાના પરોડિયા ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવતા ગામમાં અરેરાટી
  • પિતાએ કામધંધો કરવા ઠપકો આપતાં ભરેલું પગલું: ધ્રાસણવેલની મહિલાનું ઝેરી દવા પીવાથી મૃત્યુ

Advertisement

ખંભાળિયા તાલુકાના પરોડીયા ગામે રહેતા પાલાભાઈ હરજુગભાઈ ભાચકન નામના 35 વર્ષના ગઢવી યુવાન કાંઈ કામ ધંધો કરતા ન હોવાથી આ અંગે તેના પિતાએ ઠપકો આપતા આ બાબતે તેમને મનમાં લાગી આવ્યું હતું. આથી પાલાભાઈ ભાચકનએ ગત તારીખ 10 માર્ચના રોજ પોતાના હાથેથી જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગેની જાણ મૃતકના પિતા ગઢવી હરજુગભાઈ ભાયાભાઈ ભાચકન (ઉ.વ. 77) એ સલાયા મરીન પોલીસને કરી છે.

મહિલાનું મૃત્યુ
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતા કમીબેન હમીરભાઈ લધા નામના 38 વર્ષના મહિલાને માથું દુખતું હોય, જેથી તેમણે રસોડામાં રહેલી ઝેરી જંતુનાશક દવા ભૂલથી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ પૂજાબેન હમીરભાઈ લધા (ઉ.વ. 18) એ દ્વારકા પોલીસને કરી છે.

Advertisement

મોબાઈલ સેરવી જતા તસ્કરો
રાજકોટના મોવડી પ્લોટ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ કડવાભાઈ તરપડા (ઉ.વ. 45) એ ગત તારીખ 20 માર્ચના રોજ દ્વારકાના રૂૂક્ષ્મણી મંદિર નજીક રાખેલો રૂૂપિયા 20,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

પીધેલી હાલતમાં ઝડપાયો
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોટલની બાજુની ગલીમાં રહેતા કેતન જેન્તીભાઈ ઠાકર નામના 22 વર્ષના શખ્સને પોલીસે અહીંના સલાયા ગેઈટ વિસ્તારમાંથી કેફી પીળું પીધેલી હાલતમાં મૂઠ સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે પ્રોહી. એક્ટ તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement