રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રેમિકાને ભગાડી જનાર યુવકને ગામમાં નહીં આવવાની ધમકી મળતા વખ ઘોળ્યું

01:44 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

માંગરોળ તાલુકાના તાલોદ ગોમ રહેતો યુવાન ગામમાં જ રહેતી પ્રેમીકાને 3 માસ પૂર્વે ફગાડી ગયો હતો અને બન્ને લોધિકાના રાવકી ગામમાં રહી કારખાનામાં કામ કરતાં હતાં.યુવતી પોતાના માવતર પાસે પરત ચાલી જતાં યુવતીના પરિવારે પ્રેમી યુવકને ગામમાં નહીં આવવા બાબતે ધમકી આપતાં યુવાને શાપરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસો કર્યો હતો. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માંગરોળ તાલુકાના તાલોદ ગામે રહેતા હિતેશ મુનાભાઈ ચુડાસમા નામનો 24 વર્ષનો યુવાન શાપર-વેરાવળમાં આવેલા બસ સ્ટેશન પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં હિતેશ ચુડાસમા ત્રણ માસ પૂર્વે પોતાના જ ગામની યુવતીને ભગાડી ગયો હતો અને બન્ને રાવકી ગામે કંપનીમાં નોકરી કરતાં હતાં.પરંતુ પ્રેમિકા માવતર પાસે પરત ચાલી ગયા બાદ પ્રેમિકાના પરિવારે હિતેશ ચુડાસમાની ‘તું ગામમાં નહીં આવતો’ તેવી ધમકી આપી હતી. પ્રેમિકાના પરિવારની ધમકીથી હિતેશ ચુડાસમાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement