જલ દીધા બાદ યુવતી પસંદ નહીં પડતા યુવક ડેમમાં કુદ્યો
શહેરની ભાગોળે કણકોટ ગામ પાસે આવેલા મારુતીનગરમા રહેતા યુવાને જલ દીધાનાં બે માસ બાદ યુવતી ગમતી નહી હોવાથી ન્યારી ડેમનાં પુલ પરથી પાણીમા કુદકો માર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કણકોટ ગામે આવેલા મારુતી નગરમા રહેતો હિરેન કાંતીલાલ ચૌહાણ નામનો 25 વર્ષનો યુવાન સાંજનાં ચારેક વાગ્યાનાં અરસામા રામનગર ગામ પાસે હતો ત્યારે ન્યારી ડેમનાં પુલ પરથી પાણીમા કુદકો માર્યો હતો . આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
આ અંગે પ્રાથમીક પુછપરછમા હીરને ચૌહાણ બે ભાઇ એક બહેનમા મોટો છે અને કંપનીમા કામ કરી પરીવારને આર્થીક મદદ કરે છે . હીરેન ચૌહાણનુ બે માસ પુર્વે જ જસદણ પંથકમા જલ દીધુ હતુ . જલ દીધાનાં બે માસ બાદ હીરેન ચૌહાણને યુવતી પસંદ નહી પડતા સગપણનો ઇન્કાર કર્યો હતો પરંતુ સામે વાળા છુટુ આપતા નહી હોવાથી હીરેન ચૌહાણે પાણીમા કુદી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.