યુવાને ઝેરી દવા પી લઈ પુત્રને અંતિમવાર મોઢું જોઈ લેવા ફોન કર્યો
પુત્રએ પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા બાદ મૃત્યુ: પોલીસ દ્વારા તપાસ
જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર રહેતા એક યુવાને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી પુત્રને અંતિમ વાર મોઢું જોઈ લેવા માટે ફોન કર્યો હતો. પુત્ર એ દોડી જઈ પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પિતાનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરૂૂ સેક્શન રોડ પર કુકડા કેન્દ્ર પાસે રહેતા મનોજભાઈ શ્યામલાલ રામાનંદી નામના 49 વર્ષના બાવાજી યુવાને કે.વી. રોડ પર ઝેરી દવા પી લીધી હતી.
ત્યારબાદ તેણે પોતાના પુત્રને ફોન કર્યો હતો, કે હું અહીં કે.વી. રોડ પર છું, અને તારે મારુ મોઢું જોવું હોય તો અંતિમ વખત આવીને મારો મોઢું જોઈ લેજે, તેમ કહેતાં પુત્ર મિલન તુરતજ દોડી ગયો હતો, અને પિતા બેભાન હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાં તેઓ ભાનમાં આવે તે પહેલાં મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે પુત્ર મિલન મનોજભાઈ રામાનંદીએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સોયબભાઈ મકવા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મનોજભાઈ રામાનંદીના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ ની તપાસ શરૂૂ કરી છે