For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અખાત્રીજના શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજીના રથની પૂજનવિધિ સંપન્ન

03:26 PM Apr 30, 2025 IST | Bhumika
અખાત્રીજના શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજીના રથની પૂજનવિધિ સંપન્ન

Advertisement

રાજકોટમાં આજે અખાત્રીજના શુભ મુહુર્તમાં ભગવાન જગન્નાથજીના રથનું પૂજન કરવામાં આવ્યું હતું. શહેરના નાનામવા રોડ ઉપર આવેલ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે આજે શુભ મુહુર્તમાં 18મી રથયાત્રાના શ્રી જગન્નાથજીના રથ ઉપરાંત બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના રથનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. જગન્નાથજી મંદિરના મહંત મહામંડલેશ્ર્વર શ્રી ત્યાગી મનમોહનદાસ ગુરૂ ત્યાગી રાજકિશોરદાસ બાપુના શુભ હસ્તે આ પૂજન વિધિ કરાઈ હતી. આ પ્રસંગે ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતાં. શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે નિકળનાર ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રાની આજથી રથની પૂજનવિધિ સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement