બગસરામાં કરોડોના ખર્ચે નિર્માણ થતી સરકારી હોસ્પિટલનું કામ બે માસથી ખોરંભે
બગસરામાં દોઢ વર્ષ પહેલા અંદાજે રૂૂ.4, 28,78,688 કરોડના ખર્ચે નવી સિવીલ હોસ્પિટલ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવતા દર્દીઓને નવી સુવિધા મળશે તેવી આશાએ હાશકારો થયો હતો. પરંતુ આ હોસ્પિટલનું કામ પહેલી થી જ વિવાદ સાથે શરૂૂ થયું હતું જયારે આ કામ લોટ પાણી ને લાકડા જેવું થયું હતું. અને નબળી ગુણવતું મટીરીયલ પણ વાપરવામાં આવ્યું હતું.જયારે આ કામ કરવા રવિ ક્ધટ્રક્શન કંપની અહમદાવાદને આપવામાં આવ્યું હતું. જયારે આ કામ 23/1/2023 ના રોજ શરૂૂ કરવામાં આવ્યું હતું.
અને આ કામને પુરૂૂ કરવા 22/1/2024 સુધીની સમય મર્યાદા હતી પરંતુ આ સમય મર્યાદામાં આ કામ પુરૂૂ ના થતા જે વધારીને 22/5/2024 કરવાં આવી હતી. છતાં હજુ સુધી આ કામ પુરૂૂ કરવામાં આવ્યું નથી અને છેલ્લાં બે માસથી આ હોસ્પિટલની કામગીરી સદંતર બંધ હોવાથી, નવી હોસ્પિટલ દર્દીઓ માટે ક્યારે ખુલશે તેવો સવાલ ઉઠી રહ્યા છે. બગસરામાં નવી સિવીલ હોસ્પિટલ રૂૂ.4,28,78,688 કરોડના ખર્ચે બનનાર હોવાથી દોઢ વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. ખાતમુહૂર્ત પ્રસંગે રાજકિય નેતાએ ફોટો સેશન કરાવ્યુ હતુ.
પરંતુ આ કામ કેવું થાય છે કેવું મટીરીયલ વપરાય છે તેની કોઈ પણ પ્રકારની ભાળ લીધી ના હતી. જો કે હાલમાં આ હોસ્પિટલનું કામ પુર્ણતાના આરે છે ત્યારે છેલ્લાં બે માસથી કામ બંધ છે. ત્યારે કોઈ રાજકિય નેતાઓ કે સામાજિક સંસ્થાઓના આગેવાનો આ બાબતે ઉંહકારો કરતા નથી. ધારાસભ્ય જે.વી.કાકડીયા આ બાબતે ફોન ઉપાડતા ન હોવાની પણ ફરીયાદ ઉઠવા પામી છે. હંગામી સિવીલ હોસ્પિટલમાં પુરતા બેડ નથી જેથી દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. આમ છતાં કોઈ નેતાઓને દર્દીઓની મુશ્કેલી દેખાતી નથી.
હાલ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા રોગચાળાએ શહેરમાં માથુ ઉંચક્યુ છે ત્યારે હોસ્પિટલની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાથી દર્દીઓમાં આક્રોશ ફેલાયો છે.અને જલ્દીથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી છે અને ફક્ત ફોટો સેશન કરાવવા આવેલ નેતાઓ અને સામાજિક સંસ્થાઓ આ કામમાં રસ લઇ કામગીરી પુર્ણ કરવામાં આવે અને જો આ કંપની દ્વારા ટૂંક સમયમાં કામગીરી પુર્ણ ના કરવામાં આવે તો તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ સાથે આક્રોશ જોવા મળેલ હતો.