ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગર્ભમાં રહેલા ભૃણનું મોત નીપજતાં ઈન્ફેક્શનના કારણે મહિલાએ દમ તોડયો

12:13 PM Jul 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ખંભાળિયાની પરપ્રાંતિય મહિલાને જામનગર ખસેડાઇ પરંતુ જીવ ન બચ્યો

મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના મૂળ રહીશ કારીબેન વિકાસભાઈ ડામોર નામની 19 વર્ષની મહિલા કે જે સગર્ભા હતી, તેમના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થતાં તેમના કરવામાં આવેલા ઓપરેશન બાદ શરીરમાં ઇન્ફેક્શન થઈ જતા તેણીને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મહિલાનો લગ્નગાળો એક વર્ષનો હતો. આ બનાવની જાણ મૃતકના પતિ વિકાસ રતનભાઈ ડામોર (ઉ.વ. 19) એ અહીંની પોલીસને કરી છે.

વાડીનાર નજીક ખાનગી કંપનીમાંથી બેટરીના સેલની ચોરી
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલી એક કંપનીના ટાવર નજીકના ઇક્વિપમેન્ટ રૂૂમમાં રાખવામાં આવેલા રૂૂપિયા 5,000 ની કિંમતના બેટરીના 24 નંગ સેલ કોઈ તસ્કરો તાળા તોડીને ચોરી ગયા હોવાની ફરિયાદ હાલ જામનગર રહેતા કંપની કર્મચારી બસંતસિંહ મહેરાએ વાડીનાર પોલીસમાં નોંધાવી છે.

સલાયાના દરિયામાં માછીમારી કરતા શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા શફીઢોરા કાંઠા હાલ પાસે હાલ ચોમાસાના કારણે માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં આ અંગેના જાહેરનામાને અવગણીને પરવાનગી વગર માછીમારી બોટમાં માછીમારી કરવા ગયેલા શબીર અબ્બાસ સંઘાર, જુમા તાલબ ગજણ અને અસગર આલી ગંઢાર નામના ત્રણ શખ્સો સામે સલાયા મરીન પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂૂ સાથે ઝડપાયો
ખંભાળિયાના ગુંદમોરા વાડી વિસ્તારમાં રહેતા સંજય કારૂૂભાઈ હરિયાળી નામના 25 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની ત્રણ બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

Tags :
gujaratgujarat newsKhambhaliawoman died
Advertisement
Advertisement