આવતીકાલે ઝીંકવામાં આવેલ 4 વોર્ડનો પાણીકાપ ઉઠાવી લેવાયો
ભાદર યોજના આધારીત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઈનઘણીજ જૂની હોવાના કારણે અલગ-અલગ સ્થળ પર લીકેજરીપેરીંગ કામગીરી હાથ ધરવાની હોય, કાલે બુધવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળ આવતા 60થી વધુ વિસ્તારો (વોર્ડ નં.11(પાર્ટ), 12(પાર્ટ)) તથા તા.15. 02. 2024, ગુરુવારનાં રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડના (વોર્ડ નં.7પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટ), નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં.18 પાર્ટ)માં પાણીકાપ ઝીંકવામાં આવેલ જે રિપેરીંગ કામ સમયસર પૂર્ણ થતા ઉઠાવી લેવામાં આવ્યો છે. અને આવતી કાલે તમામ વિસ્તારોમાં પાણી વિતરણ ચાલુ રહેશે તેમ મનપાના વોટરવર્કસ વિભાગે જણાવ્યું છે.
આવતી કાલે વોર્ડ નં. 7માં ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે તથાં વોર્ડ નં. 14ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક તથા વોર્ડ નં. 17ના નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુમેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ તથા ખોડીયારનગર, હીંગળાજનગર, હરીદ્વાર-1, હરીદ્વાર-2, ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપરા, દોલતપરા, નાગબાઇ પરા, શિવમ ખાડો, શીતળાધાર, રેઇલવે બોર્ડ ક્વાટર્સ, શુભમપાર્ક, સીતારામ સોસાયટી, સોલ્વંટક્વાટર્સ સહિતના વિસ્તારોમાં પીવાનુ પાણી નિયત સમય મુજબ મળી રહેશે.