ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂનાગઢ-દાંતીવાડા-નવસારી અને આણંદ કૃષિ યુનિ.ના કુલપતિઓએ 2.20 કરોડ કટકટાવી લીધા

05:12 PM Jun 28, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

કૃષિ યુનિવર્સિટીમાં મોભાદાર પદ ગણાતું કુલપતિને પ્રતિ માસિક બેઝિક ફિક્સ 2.10 લાખ રુપિયા પગાર ઉપરાંત સ્પેશિયલ એલાઉન્સ અંદાજિત 5000 રુપિયા ચૂકવવાની સાતમા પગાર પચમાં જોગવાઈ કરેલ છે, આમ છતાં પહેલી જાન્યુઆરી 2016 થી એટલે કે નવ વર્ષથી રાજ્યની જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓમાં સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કુલપતિઓ દ્વારા સાતમાં પગારપંચના ઠરાવનો ભંગ કરી મનસ્વી રીતે આપખુદ શાહીથી ખોટી રીતે પગારમાં મોંઘવારી ભથ્થુ આકારીને સરકારી નાણાની ઉચાપત કરી ગંભીર ભ્રષ્ટાચાર આચરેલ છે.

રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓને મોંઘવારી ભથ્થું મળવા પાત્ર ન હોવા છતાં દાંતીવાડા, નવસારી, આણંદ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓએ અંદાજિત 2.20 કરોડ રૂૂપિયાની ઉચાપત કરી છે. આ રકમ વસુલાત કરવા માટે જાગૃત નાગરિક વિપુલ જોષીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. અને સાતમા પગારપંચના અમલમાં નિયુક્ત થયેલા કુલપતિઓ પાસેથી બિન કાયદેસર રીતે મેળવેલા મોંઘવારી ભથ્થાંની વસુલાત પેટે અંદાજે રૂૂ.50 થી 55 લાખની વસૂલાત ચારેય યુનિવર્સિટીના કુલપતિઓ પાસેથી કરવાની થાય છે જે અંદાજિત 2.20 કરોડ રૂૂપિયાની વસુલાત કરી ન્યાયીક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઉપરાંત ભૂતકાળમાં કુલપતિઓ દ્વારા રજાનુ રોકડ રૂૂપાંતરના કિસ્સામાં નાણા વિભાગની જોગવાઈઓને અવગણીને સત્તાનો દુરપયોગ કરી તેનો નાણાકીય લાભ મેળવેલ છે, તેની વસુલાત પણ કરવામાં આવે. ઉપરાંત આ કુલપતિઓને તબીબી ભથ્થું પણ મળવાપાત્ર નથી, કારણકે તેઓને તમામ પ્રકારના દવાના ખર્ચ મળવાપાત્ર છે.છતા આપખુદશાહીથી સત્તાના જોરે તેઓએ તબીબી ભથ્થા મેળવે છે,તેની પણ વસૂલાત કરવામા આવે.
વર્તમાન કૃષિ કુલપતિશ્રીઓ કુલપતિના કાર્યભારનો ફિકસ પગાર તો મેળવે છે ઉપરાંત પોતાની સરકારી નોકરીનુ પેન્સન પણ મેળવે છે, ખરેખર કુલપતિઓને પે માઈનસ પેન્શન કરી પગાર મળવાપાત્ર થાય છે. આમ આ કૃષિ યુનિ.ના કુલપતિઓ મનફાવે તેવા ખોટા પગાર મેળવીને સરકારી તેજુરીના નાણાની ઉઘાડી લુટ ચલાવી રહ્યા છે.

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રવક્તા મનહર પટેલ ભાજપા સરકારમા કુલપતિઓએ જે રીતે પોતાના પગાર ભથ્થાની કરેલી નાણા ઉચાપતને તાત્કાલિક અસરથી તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે, તમામ કુલપતિઓને ફરજ મોકુફ કરવામા આવે, તેમના ઉપર સરકારી નાણાની ઉચાપતના ગંભીર ગુનાના આચરણ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી જેલ હવાલે કરવામા આવે તેમજ કુલપતિઓને નવ વર્ષથી આ ખોટા બીલો બનાવીને ખોટા પગાર ચુકવવામા સામેલ અધિકારીઓ ઉપર તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવામા આવે તેવી માંગણી કરી છે.

Tags :
Agricultural Universitiesgujaratgujarat newsJunagadh-Dantiwada-Navsari and Anand
Advertisement
Next Article
Advertisement