સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે અસંસ્કારી ભાષાનો પ્રયોગ, મર્દ-નામર્દ સુધીના મેણાંટોણાં
ફોર્મ ચકાસણી દરમિયાન વાકયુદ્ધ, સંઘમાં જવા માટે ચૂંટણી થઇ હતી તો નાગરિક બેંક શુ ચીજ છે?
રાજકોટ નાગરિક બેંકના ડિરેકટરોની ચૂંટણીમાં આજે સંસ્કાર પેનલના સાત જેટલા ઉમેદવારો સામે સહકાર પેનલ દ્વારા સંઘ રજૂ કરાતા કલેકટર કચેરીમાં સામ સામી આક્ષેપબાજી સાથે મેણા ટોણા મારવામાં આવ્યા હતા. અને મર્દ-નામર્દ જેવા શબ્દોનો પણ ઉપયોગ થતા ભારે ચર્ચા જાગી છે.
રાજકોટ નાગરિક બેંકમાં ડિરેક્ટરોને ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે બંને પેનલલોએ ફોર્મ ભર્યા બાદ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફોર્મની ચકાસણી થયા બાદ સહકાર પેનલ અને સંસ્કાર પેનલના આજે આગેવાનો પણ ફોર્મ ચકાસણીમાં હાજરી આપી હતી અને સામસામે વાંધા અરજીઓ પણ રજુ કરવામાં આવી હતી.
બંને પેનલના આગેવાનો ફોર્મ ચકાસણી બાદ બહાર નીકળ્યા બાદ સામ સામે ટોણા બાજી પણ થઈ હતી. એક સમયે સંઘમાં જવા માટે પણ ચૂંટણી થઈ હતી તો આ તો નાગરિક બેંક શું છે? નાગપુર જવા માટે કોને ચૂંટણી કરાવે તે તમને ખબર છે? સહિતની આકરી ટીકાઓ પણ કરવામાં આવી હતી. મર્દ -નામર્દના ટોણા પણ ઉમેદવારોએ માર્યા હતા અને જણાવ્યું હતું કે અમારી પેનલમાં આવી જાવ, આવી પેનલમાં કંઈ કામ નથી તેવી પણ સામસામે ટોણા બાજી થઈ હતી