For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેપર આપનાર છાત્રને બબ્બે પરીક્ષામાં ગેરહાજર બતાવતી સૌ.યુનિ.

05:34 PM Sep 09, 2025 IST | Bhumika
પેપર આપનાર છાત્રને બબ્બે પરીક્ષામાં ગેરહાજર બતાવતી સૌ યુનિ

BAના એક્સ્ટર્નલ ત્રણ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કર્યા: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો આક્ષેપ, સૌ.યુનિ. ને જાદુગર યુનિ. ગણાવી

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગેરહાજર બતાવી ગંભીર ભૂલ કરવામાં આવી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જાન્યુઆરી 2025માં લેવાયેલી બી.એ. સેમેસ્ટર - 1 અને માર્ચ 2025માં લેવાયેલી બી.એ. સેમેસ્ટર - 6ની એક્સ્ટર્નલની પરીક્ષાનું પરિણામ 5 મહિના બાદ જાહેર થયું અને તેમાં પણ પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવવામાં આવ્યા હોય તેવા પુરાવા સાથેનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે યુનિવર્સિટિના ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે કહ્યું કે, વિદ્યાર્થીએ વિષયનો કોડ અથવા નામ ખોટું લખ્યું હોય તો આવું થઈ શકે છે.

વિદ્યાર્થી નેતા અને યુવા અધિકાર ન્યાય ચળવળના યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ગોઠવણ યુનિવર્સિટી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે. માર્ચ - 2025 માં યુનિવર્સિટી દ્વારા બી.એ. સેમેસ્ટર -1 અને 6 ની એક્સ્ટર્નલની પરીક્ષા લેવામાં આવી હતી. તેનું પરિણામ પાંચ મહિના બાદ તાજેતરમાં યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જેમાં જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેને તેના પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવ્યા છે. તેમના દ્વારા બી.એ. સેમેસ્ટર - 1ની એક તો બી. એ. સેમેસ્ટર - 6 ની બે માર્કશીટમાં આ પ્રકારે ભૂલ હોય તેવું જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

જેમાં હોલ ટિકિટમાં તે વિદ્યાર્થી અને વર્ગ નિરીક્ષકની સહી થયેલી હોય તેવું આધાર- પુરાવા સાથે બતાવવામાં આવેલુ છે. આ વિદ્યાર્થીઓ તમામ પેપર આપેલા છે તેમ છતાં પણ તેમના પરિણામમાં તેઓ ગેરહાજર હોય તેવું બતાવવામાં આવેલું છે. આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ સાથે પરિણામમાં ચેડા કરવામાં આવેલા છે. હિસ્ટોરિકલ સ્ટડી ઓફ સ્કલ્પ્ચર ઓફ ઇન્ડિયા વિષયમાં વિદ્યાર્થીને ગેરહાજર બતાવવામાં આવ્યા છે. જ્યારે તેની હોલ ટિકિટમાં આ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હોય તેવી સહી પણ છે. જે પેપર 3 એપ્રિલ, 2025ના રોજ લેવામાં આવ્યું હતું.

જેથી અમારી સ્પષ્ટ માગણી છે કે, આ સમગ્ર પ્રકરણમાં જે કોઈપણ જવાબદાર હોય તેની સામે પગલાં લેવામાં આવે અને આ રીતે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર હોવા છતાં તેને ગેરહાજર બતાવવામાં આવતા હોય તો જવાબદાર પરીક્ષા એજન્સી સામે પણ પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓનું રીઝલ્ટ સુધારી જે તે વિદ્યાર્થીને જે માર્ક આવતા હોય તે રિઝલ્ટમાં મૂકવામાં આવે અને આ વિદ્યાર્થીઓનું નવેસરથી રિઝલ્ટ પ્રસિધ્ધ કરવામાં આવે તે જરૂૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી.એ. સેમેસ્ટર -1 અને 6 ની એક્સટર્નલ પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવવા મામલે ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનીષ શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ વિષયનો કોડ અથવા તો વિષયનું નામ ખોટું લખ્યું હોય તો આવું થઈ શકે પરંતુ તેમ છતાં આ બાબતે તપાસ કરી અને વિદ્યાર્થીના પરિણામમાં સુધારો કરી દેવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement