રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભગવતીપરામાં નિર્માણાધીન અતિ આધુનિક હાઈસ્કૂલનું આવતીકાલે લોકાર્પણ કરાશે

05:51 PM Jan 11, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારાવોર્ડ નં.4માં ભગવતીપરા વિસ્તારમાં રૂૂ.19.38 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અને સુવિધાયુક્ત માધ્યમિક શાળા(હાઈસ્કુલ)ના બિલ્ડીંગનું લોકાર્પણ આવતીકાલ તા.12/01/2025, રવિવારના રોજ સવારે 11:00 કલાકે રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂૂપાલાના હસ્તે કરવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.

Advertisement

આ લોકાર્પણ કાર્યક્રમમાંગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખમુકેશભાઇ દોશી, ધારાસભ્યન ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યલક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષણ સમિતિના સભ્યો હાજરી આપશે.

આ નવનિર્મિત માધ્યમિક શાળા(હાઈસ્કુલ)ના બિલ્ડીંગમાં કુલ 5084 ચો.મી.બિલ્ટઅપ એરિયાનું બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં, ગ્રાઉન્ડ ફ્લોર પર 14 ક્લાસરૂૂમ, 2 એક્ટીવીટી રૂૂમ, 2 સ્ટાફ રૂૂમ, 1 એકાઉન્ટ રૂૂમ, 1 એડમિનિસ્ટ્રેશન ઓફીસ, 1 પ્રિન્સીપાલ ઓફીસ, 1 કાઉન્સેલિંગ રૂૂમ, 1 ચિલ્ડ્રન ટોય રૂૂમ, 2 ટોયલેટ બ્લોક, ફર્સ્ટ ફ્લોર પર 16 ક્લાસ રૂૂમ, 1 ઈ-લાઈબ્રેરી, 1 કમ્પ્યુટર લેબ, 3 લેબોરેટરી, 1 મિટીંગ રૂૂમ,2 ટોયલેટ બ્લોક વગેરે જેવી સુવિધા આપવામાં આવેલ છે.

Tags :
gujaratgujarat newshigh schoolrajkotrajkot newsSchool
Advertisement
Next Article
Advertisement