For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યો

03:50 PM Oct 11, 2025 IST | Bhumika
રાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે 140 કરોડ લોકોનો જનવિશ્ર્વાસ બન્યો

વડાપ્રધાન મોદીની રાજકીય યાત્રામાં રાજકોટના યોગદાનનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલ

Advertisement

ગ્રામ પંચાયતોને ઓકટ્રોય નાબૂદીની ગ્રાન્ટ પેટે રૂા.576.72 કરોડની ‘દિવાળી ભેટ’ આપતા મુખ્યમંત્રી

રાજ્યમાં આસો વદ અમાસ ને 20મી ઓક્ટોબરે દિવાળી છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જ્યારે ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય નાબૂદી પેટેના અનુદાન તરીકેના રૂૂપિયા 576.72 કરોડ વિતરિત કરતાં, પંચાયતો માટે જાણે આજે જ દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નવિકાસ સપ્તાહથ અંતર્ગત રાજકોટ ખાતે આયોજિત નવિકસિત ગામ વિકસિત ગુજરાતથ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પંચાયતોને ઓક્ટ્રોય ગ્રાન્ટના 576.72 કરોડ રૂૂપિયાની રકમના વિતરણનો આરંભ કરાવ્યો હતો. ઉપરાંત નસ્વચ્છતા હી સેવાથ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સરકારી સંસ્થાઓનું સન્માન તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારા ચાર સ્વ સહાય જૂથોનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં સૌને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઓક્ટ્રોય નાબૂદી કરી હતી. ઓક્ટ્રોયની આવકના અભાવે ગામોનો વિકાસ અટકે નહીં, વિકાસ કામો સતત ચાલતા રહે તે માટે વડાપ્રધાનએ છેલ્લા એક દાયકામાં રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય નાબૂદી પેટે રૂૂ.541 કરોડથી વધુનું અનુદાન આપ્યું છે.

ગામડાઓમાં રોડ, વીજળી, પાણી જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે વડાપ્રધાનએ નાણાપંચની ગ્રાન્ટમાં પણ ઉત્તરોત્તર વધારો કર્યો છે.

રાજ્યમાં ગામડાઓના વિકાસ અને પ્રગતિ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સમરસ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયથી ગ્રામ પંચાયતોના વિકાસને વેગ મળ્યો છે. આ વર્ષે રાજ્યમાં 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. પંચાયતના શાસનમાં યુવાનોની ભાગીદારી વધી રહી છે અને આ વર્ષે 42 ટકા સરપંચો 21થી 40 વર્ષના છે. પીએચ.ડી. થયેલા અનેક યુવાનો પણ સરપંચ બનીને ગ્રામસેવા કરી રહ્યા છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની સિલ્વર જ્યુબિલી થવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદીની રાજકીય યાત્રામાં રાજકોટના યોગદાનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, રાજકોટની પ્રજાએ મુકેલો ભરોસો આજે દેશના 140 કરોડ નાગરિકોનો જનવિશ્વાસ બન્યો છે.

ભારતને આત્મનિર્ભર અને વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આપણે સ્વદેશીને અપનાવીએ. સ્વદેશી વસ્તુઓ જ વેચીએ, ખરીદીએ અને તેનો ઉપયોગ કરીએ. આ તકે મુખ્યમંત્રીએ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.

આ વેળાએ સાંસદ પરશોત્તમભાઈ રૂૂપાલાએ પણ પ્રવચન કર્યું હતું જયારે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબહેન રંગાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ મિલિન્દ તોરવણેએ સ્વાગત પ્રવચન કર્યું જ્યારે પંચાયત વિભાગના અધિક વિકાસ કમિશનર ડો. ગૌરવ દહિયાએ આભારવિધિ કરી હતી.

આ તકે મુખ્યમંત્રીના હસ્તે ઓક્ટ્રોય નાબૂદી અનુદાન પેટે બનાસકાંઠાની અંબાજી ગ્રામ પંચાયતને રૂૂ. 4.31 કરોડ, સુરતના ઓલપાડની ગ્રામ પંચાયતને રૂૂ.4.07 કરોડ, છોટા ઉદેપુરની નસવાડી ગ્રામ પંચાયતને રૂૂ. 3.82 કરોડ તથા કચ્છની માધાપર ગ્રામ પંચાયતને રૂૂ. 1.47 કરોડની રકમના ચેક આપવામાં આવ્યા હતા. સરપંચોએ આ ચેક સ્વીકારતા મુખ્યમંત્રીનો આભાર પ્રકટ કર્યો હતો.

આ સાથે સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી સંસ્થા, શાળા, ગામ, સખી મંડળ, તાલુકા, જિલ્લાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે લખપતિ દીદી અંતર્ગત વિવિધ જિલ્લાના ચાર સ્વસહાય જૂથોને પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મેયર મતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જયેશભાઈ રાદડીયા, દુર્લભજીભાઈ દેથરીયા, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર મહેશભાઈ જાની, પી.જી.વી.સી.એલ. એમ.ડી. સુધીર પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પી. જી. કયાડા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, અગ્રણીઓ ભરતભાઈ બોઘરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

194 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાનાં આશરે રૂૂ. 194 કરોડના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કરીને ‘દિવાળી ભેટ’ આપી હતી. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સખી મંડળો દ્વારા નિર્મિત અનોખી વસ્તુઓ, પટોળા, માટીના વાસણો, હેન્ડીક્રાફટ, મોતીકામ જેવી વિવિધ વસ્તુઓના પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. તેમજ ડ્રોન દીદીની નવી ટેકનોલોજીની ઉડાન સાથે કાર્યકુશળતાનું પ્રદર્શન યોજાયું હતું. જેને મુખ્યમંત્રીએ નિહાળ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement