વ્યાજખોરનો ત્રાસ યથાવત: વેપારીએ 5 લાખના 9 લાખ આપી દીધા છતાં ઉઘરાણી કરી એક્ટિવા પડાવી લીધું
- ચાર મહિલા સહિત પાંચ સામે મનીલેન્ડ એક્ટ હેઠળ નોંધાતો ગુનો
રાજકોટમાં વ્યાજંકવાદો વિરૂધ્ધ લોક દરબારો યોજાયા છતાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. ત્યારે રાજકોટમાં વ્યાજખોરોથી ત્રાસનો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જામનગર રોડ વાંકાનેર સોસાયટીમાં રહેતા અને મોબાઈલ લે-વેંનો વેપાર કરતાં યુવાને રૂા.5 લાખ તેમના પરિચિત મહિલા પાસેથી લીધા બાદ તેમને નવ લાખ વ્યાજ સહિત પરત આપી દીધા છતાં ત્રાસ આપી પરેશાન કરી એક્ટિવા પડાવી લઈ ગયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધવામાં આવતાં પીએસઆઈ એસ.એલ.ગોહિલે વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સોસાયટીમાં રહેતા ઈમરાનભાઈ કાસમભાઈ સુમરા (ઉ.32) નામનો યુવાને પોતાની ફરિયાદમાં ઝુબેદા જુણાચ, કુલસમબેન ઉર્ફે ગુડી દલવાણી, રસીદાબેન જુણેચા, હસીનાબેન સમા અને સાહિલ સમાનું નામ આપતાં તમામ સામે મનીલેન્ડ અને બળજબરીથી કઢાવી લેવા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઈમરાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મોબાઈલ લે-વેચનો ધંધો છે. તેમને જુન 2023માં પૈસાની જરૂર હોય જાણીતા ઝુબેદાબેન પાસેથઈ પાંચ લાખ દીધા હાતં તેમના કટકે કટકે રૂા.9 લાખ આપી દીધા છતાં પણ ઝુબેદાબેન ફોન પર અને ઘરે રૂબરૂ આવી વ્યાજ અને મુદલની ઉઘરાણી કરી ધમકી આપતાં હોય બાદમાં ઝુબેદાબેન સહિત તમામ આરોપીઓ ઘરે આવી નાણાની માંગણી કરી કોઈને જીવતા નથી રહેવા દેવા કહી ધળકી આપી હતી. ગઈકાલે રાત્રે ઈમરાન બજરંગવાડી સર્કલ પાસે હતો ત્યારે આરોપી ત્યાં આવી પૈસાની ઉઘરાણી કરી એક્ટિવા પડાવી ગયા હતાં. ત્યારબાદ મિત્ર વર્તુળ અને પરિવારને જાણ કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધતાં પીઆઈ અકબરીની રાહબરીમાં પીએસઆઈ ગોહિલે તપાસ શરૂ કરી છે.