ઉપલેટામાં રખડતા ઢોરનો ત્રાસ, ગમે ત્યારે અડફેટે ચડાવે
નગરપાલિકા તંત્ર સામે નાગરિકોમાં રોષ તાકીદે પાંજરે પુરવા માગણી
ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે જેમાં તાજેતરમાં રખડતા ઢોરના કારણે દિવસ અને ખાસ કરીને રાત્રે દરમિયાન રોડ રસ્તાઓ ઉપર કીડીઓની જેમ રખડતા ઢોર ઉભરાઈ પડે છે અને સાથે જ આ ઢોર લોકો ઉપર તેમજ બાળકો ઉપર હુમલા કરી ઈજાઓ પહોંચાડતા હોય અને આતંક મચાવતા હોવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે રખડતા ઢોરના કારણે ઉપલેટા શહેરમાં ગંભીર અકસ્માતોના કિસ્સાઓ પણ છે પરંતુ અહીંયા ઉપલેટા નગરપાલિકા દ્વારા સંચાલિત એનિમલ હોસ્ટેલના સંચાલકો અને નગરપાલિકા દ્વારા રખડતા ઢોરના નિભાવ અને નિરાકરણ માટેની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે દેખાવ પૂરતું કામ કરતા હોવાના આક્ષેપ અને નબળી કામગીરી બદલ લોકોમા રોષ ફેલાઈ રહ્યો છે.
રખડતા ઢોરના આતંક અને હુમલા સહિતની બાબતોને લઈને ન્યાયપાલિકા અને સરકાર દ્વારા સૂચનાઓ અને માર્ગદર્શિકા જાહેર કરાય છે પરંતુ ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો આતંક અને તેમના હુમલાઓ વધી રહ્યા છે.
પરિણામે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઉપલેટામાં નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ છે તેમાં નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જાહેર કરેલી માહિતી અનુસાર 800 થી 900 જેટલા પશુ હોવાનું રટણ કરાઈ રહ્યું છે પરંતુ આટલા પશુઓ છે છતાં ઉપલેટા શહેરમાં આટલા બધા પશુઓ અને ઢોરનો આતંક કઈ રીતે વધી રહ્યો છે અને ક્યાંથી આવી જાય છે તેને લઈને પણ તંત્ર કાગળ ઉપર રાજ રમત રમી લોકોને અને સરકારને મૂર્ખ બનાવતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
આ રખડતા ઢોરના આતંક અને ત્રાસની સામે ઉપલેટા નગરપાલિકા કેવું કામ કરી રહી છે અ જો કે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ગૌશાળામાં ગાય માતાની કામગીરી નથી થતી ઉપરાંત રખડતા ઢોરના આતંક સામે સ્થાનિક નગરપાલિકા અને જવાબદાર સતા તંત્ર કોઈ યોગ્ય કામગીરી નથી કરતી જેના પરિણામે શહેરમાં કીડીઓની જેમ રખડતા ઢોર ઉભરાઈ રહ્યા છે અને તેમનો આતંક વધી રહ્યો છે.
અને દિવસેને દિવસે વાહનો ઘરો તેમજ બાળકો સહિતના ઉપર હુમલાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે હવે આ મામલે જવાબદાર તંત્ર શું પગલાં લે છે તે મીડિયાના અહેવાલ બાદ ખબર પડશે ત્યારે હજી પણ લોકો ઉપર હુમલા થવાના કિસ્સા નગરપાલિકા તંત્ર થવા દેશે અને મોતના કિસ્સાઓ વધવા દેશે કે પછી પોતાને સૌ પેલી જવાબદારી નિભાવે છે તે આવતા દિવસોમાં ખ્યાલ આવશે પરંતુ આગામી દિવસોમાં આ મામલે તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે તો જાગૃત નાગરિકો તેમજ પ્રબુદ્ધ નાગરિકો આ મામલે ન્યાયિક પગલાં અને જવાબદાર સતાતંત્ર સામે કાયદાની કલમ ઉપાડવાની સંપૂર્ણ તૈયારીમાં હોવાની માહિતીઓ સામે આવી છે.