કોડીનાર નાગરિક બેન્કની ત્રીજી શાખાનો ડોળાસામાં કાલે થશે પ્રારંભ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના અધ્યક્ષસ્થાને શાખાનો થશે પ્રારંભ
કોડીનાર ખાતે છેલ્લા 74 વર્ષથી કાર્યરત ધી કોડીનાર નાગરિક સહકારી બેંક તેમની ત્રીજી શાખા ડોળાસા ખાતે આગામી તારીખ 17- 10 ને ગુરૂૂવારના રોજ કાર્યરત કરી રહી છે જેનો મંગલ પ્રારંભ સંસ્કૃતના શિરોમણી વેદ અને પુરાણોના જ્ઞાતા એવા પ્રખર ભાગવત આચાર્ય ડો.મહાદેવ પ્રસાદ મહેતા ના હસ્તે થનાર છે. આ પ્રસંગના પ્રમુખ તરીકે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને આ બેંકના ડાયરેક્ટર હરિકાકા વિઠલાણી રહેશે આજથી 74 વર્ષ પહેલા કાર્યરત થયેલી કોડીનાર નાગરિક સહકારી બેંકે એક આદર્શ સહકારી સંસ્થા છે.
બેંક દ્વારા પારદર્શક વહીવટ અને પરિણામલક્ષી બેન્કિંગના સંકલ્પના કારણે સમાજના છેવડા સુધી ના માનવી સુધી બેન્કિંગ સેવા પહોંચાડવાના સંકલ્પથી ગીરના પાટનગર તાલાળા ખાતે બેન્કની શાખા કાર્યરત કર્યા બાદ વધુ એક કોડીનારના ડોળાસા ખાતે બેંકની શાખા કાર્યરત થવા જઈ રહી છે કોડીનાર નાગરિક સહકારી બેંક દ્વારા સભાસદોની માંગણીને ધ્યાને લઈ 18 થી 75 વર્ષની ઉંમરના સભાસદોના ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ની ₹3,00,000 ની વીમા પોલિસી લઈને સભાસદોને પણ અકસ્માત વીમાંથી સુરક્ષિત કર્યા છે બેંક દ્વારા થતા પારદર્શક વહીવટના કારણે બેંકનું નેટ એન.પી.એ.0% જાળવી રાખેલ છે કોડીનારના ડોળાસા ખાતે સહકારી બેંક શરૂૂ થતા વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે