રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વકીલ હારૂન પાલેજા કેસમાં ત્રીજો આરોપી દિલાવર કકલ પણ ઝડપાયો

12:45 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

શહેરના વકીલ હત્યાં કેસમાં સીટીબી ડિવિઝન પોલીસે દિલાવર હુસેન કકલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે જ આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. હજુ 12 આરોપીઓને પકડવાના બાકી છે.

Advertisement

પોલીસના જણાવ્યા મુજબ, વકીલ હારુન પલેજા ની કાળમુખાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂૂ કરી હતી અને ગઈકાલે દિલાવર હુસેન કકલ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પૂછપરછમાં આરોપીએ હત્યામાં પોતાની સંડોવણી કબૂલી છે. પોલીસે આરોપી પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ કબજે કર્યું છે. આ કેસમાં અગાઉ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ હાલ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને અન્ય આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ કરી રહી છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement