For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જુનાગઢમાં રખડતાં શ્વાનનો આતંક…3 શ્વાને 8 વર્ષની બાળકી પર કર્યો હુમલો, માથા અને હાથમાં ભર્યા બચકા

02:25 PM Aug 03, 2024 IST | Bhumika
જુનાગઢમાં રખડતાં શ્વાનનો આતંક…3 શ્વાને 8 વર્ષની બાળકી પર કર્યો હુમલો  માથા અને હાથમાં ભર્યા બચકા
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. આ દરમિયાન જૂનાગઢમાં 3 શ્વાને 8 વર્ષની બાળકીનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. 8 વર્ષની બાળકીને 3 શ્વાને બચકા ભર્યા હતા. બાળકીને માથા અને હાથમાં ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવી હતી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, જૂનાગઢ પંથકના કાથરોટા ગામમાં વાડી વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર 3 શ્વાને હુમલો કર્યો હતો અને બચકા ભર્યા હતા. બાળકી વાડી નજીકના રસ્તા પરથી પસાર થતી હતી આ દરમિયાન 3 શ્વાને તેના પર હુમલો કર્યો હતો. બાળકીને માથાના ભાગે અને હાથમાં ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement