ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શિક્ષક શાળામાં જ દારૂ ઢીંચીને ઢીમ થઈ ગયા!

04:16 PM Nov 28, 2025 IST | Bhumika
Advertisement

શિક્ષણને કલંકિત કરતો એક શરમજનક કિસ્સો રાધનપુરમાં સામે આવ્યો છે. અહીંની ગોતરકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક દારૂૂ પીને શાળાના કેમ્પસમાં જ સૂઈ ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગોતરકા પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના શિક્ષક, જેમનું નામ દિનેશ વણકર હોવાનું જાણવા મળ્યું છે, તેઓ દારૂૂના નશામાં ધૂત થઈને શાળાના પરિસરમાં જ સૂતેલા જોવા મળ્યા હતા.

Advertisement

શિક્ષણના ધામ ગણાતી શાળામાં શિક્ષક દ્વારા જ આવી ગેરવર્તણૂક થતાં આ દ્રશ્યોએ સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે.શિક્ષક નશાની હાલતમાં સૂતા હોવાનો વીડિયો કોઈ સ્થાનિક વ્યક્તિએ ઉતારી લીધો હતો અને તે વાયરલ થતાં સમગ્ર પંથકમાં આ ઘટનાની ચર્ચાએ જોર પકડ્યું છે. શિક્ષકની આ ગંભીર બેદરકારી અને ગેરવર્તણૂક બાદ શાળાના આચાર્ય દ્વારા તાત્કાલિક તાલુકા શિક્ષણ અધિકારી (ઉઙઊઘ) ને સમગ્ર ઘટના અંગેનો વિગતવાર રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsRadhanpurRadhanpur newsTeacher
Advertisement
Next Article
Advertisement