સિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગે ચાર કલાકમાં રૂા.1.39 કરોડની ઉઘરાણી પકાવી
મનપાના વેરા વિભાગ દ્વારા આજે બાકી દારો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી વધુ 11 મીલકત સીલ કરી સીલિંગનો દંડો ઉગામી ચાર કલાકમાં સ્થળ રૂપિયા 1.39 કરોડની રેકર્ડ બ્રેક વેરા વસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા આજે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.50 લાખ. ગોવિંદ નગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.53,290/- 150 ફૂટ રીગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.4.86 લાખ. જામનગર રોડ પર આવેલ 1- યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.56.86 લાખ. લોહાણાપરામાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.32 લાખ. સુભાષચંદ્રરોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.4.00 લાખ. ટાગોર રોડ પર આવેલ ‘ધનલક્ષ્મી’ સેક્ધડ ફ્લોર શોપ નં-202 ને સીલ મારેલ હતુ. તથાફૂલછાબ ચોકમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.06 લાખનો ઙઉઈ ચેક આપેલ. મનહર પ્લોટમાં’ ઋષીકેશ કોમ્પ્લેક્ષ’ 1-યુનિટને સીલ મારેલ હતુ.
વેરા વિભાગે ગોંડલ રોડ પર આવેલ ‘પ્રમુખ સ્વામી આર્કેડ’ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-12 ને સીલ મારેલ.(સીલ) રઘુવીર પરામા આવેલ ‘રાધેશ્યામ કોર્મશિયલ કોમ્પ્લેક્ષ’ સેક્ધડ ફ્લોર શોપ નં-210 ને સીલ મારેલ.(સીલ) રઘુવીર પરામા આવેલ ‘રાધેશ્યામ કોર્મશિયલ કોમ્પ્લેક્ષ’ સેક્ધડ ફ્લોર શોપ નં-213 ને સીલ મારેલ.(સીલ) રઘુવીર પરામા આવેલ ‘રાધેશ્યામ કોર્મશિયલ કોમ્પ્લેક્ષ’ થર્ડ ફ્લોર શોપ નં-303 ને સીલ મારેલ.(સીલ) રઘુવીર પરામા આવેલ ‘રાધેશ્યામ કોર્મશિયલ કોમ્પ્લેક્ષ’ થર્ડ ફ્લોર શોપ નં-309 ને સીલ મારેલ.(સીલ) ટાગોર રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ હતુ.