દશેરા પૂર્વે તંત્ર જાગ્યું: 7 સ્થળેથી મીઠાઇના નમૂના લેવાયા
રૈયાધાર બ્લિંકીટ કોમર્સ પ્રા.લી.પેઢીમાંથી ટેટ્રા પેક 10 લિટર દૂધનો નાશ, આઠને લાઇસન્ય અંગે અપાઇ નોટિસ
મહાનગરપાલિકાા ફૂડ વિભાગ દ્વારા દશેરા નજીક આવતા મીઠાઇઓના સેમ્પલ લેવાનો પ્રારંભ કર્યો છે. જેનો રિપોર્ટ આવ્યા પહેલા લોકો આ મીઠાઇ ઝાપટી જશે. છતાં કામગીરી બતાવવા મહાનગરપાલિકાએ આજે અલગ અલગ મીઠાઇના સાત સેમ્પલ લઇ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા.
તેમજ રૈયાધાર ખાતે આવેલા બ્લિંકીટ કોમર્સ પ્રા.લી.પેઢીમાં તપાસ કરતા ટેટ્રા પેક દૂધનો 10 લિટર અખાદ્ય જથ્થાનો નાશ કરી ખાણી પીણાના 22 ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી આઠને ફૂઠ લાયસન્સ અંગે નોટિસ ફટકારી હતી. ફૂડ વિભાગ દ્વારા આજરોજ જીવરાજ પાર્ક -મોદી હાઈસ્કૂલ વાળો રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જેમાં 08 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ જેમા (1)શ્રી હરિ નેચરલ કોઠી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)ખમણ હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)મારુતિ ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)મારુતિ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)આધ્ય મેડીસીન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)પટેલ નેચરલ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શ્રીજી સોપારી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ખોડિયાર ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (09)બેસ્ટ મયુર ભજીયા (10)પટેલ વિલેજ ટેસ્ટ (11)ઞટ એન્ટરપ્રાઇઝ (12)વૈભવ આઇસ્ક્રીમ (13)ભારત ટી સપ્લાયર્સ (14)પટેલ પ્રોવિઝન સ્ટોર (15)પટેલ ચીલી પોઈન્ટ (16)પટેલ ફરસાણ (17)શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર (18)ગિરિરાજ ગૃહ ઉદ્યોગ (19)ગાયત્રી ડેરી (20)શ્રીજી સુપર સ્ટોર (21)અન્નપુર્ણા (22)શ્રી ક્રિષ્ના ટ્રેડિંગની ચકાસણી કરવામાં આવેલ હતી. નમુનાની કામગીરી દરમિયાન ધારી, મીઠા સાટ્ટા, ગુલાબ બરફી, જેલી રોલ, મીઠો માવો, અંજીર રોલ સહિતના સાત નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ આગામી દિવસોમાં પણ મીઠાઇના ધંધાર્થીઓને ત્યા ચેકિંગ કામગીરી ચાલુ રહેશે. તેમ ફૂડ વિભાગે જણાવ્યુ હતું.