હપ્તો ન ભરનાર 14 આસામીઓના આવાસની ફાળવણી રદ કરતું તંત્ર
રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા અનેક આવાસ યોજનાઓ તૈયાર કરી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવેલ છે. પરંતુ શહેરના છેવાડે આવેલી આવાસ યોજનાઓમાં ભાડૂ આતો રહેવા હોવાની તેમજ ફેલટના હપ્તાઓ ચડી ગયેલા હોય તે પ્રકારના ફરિયાદો ઉઠતા રૂટા દ્વારા આજ રોજ મૂંજકા ખાતે આવેલી પરિશ્રમ હાઉસિંગ કો-ઓપરેટીવ સોસાયટીમાં વર્ષોથી રહેતા અને ચડત હપ્તા થઇ ગયેલા હોય તેવા 14 આસામીઓના આવાસો રદ કરવાની કામગીરી હાથ ધરતા અમૂક આવાસ યોજના લાભાર્થીઓએ ભાડે આપેલા આવાસો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી દીધી હોવાનુ જાણવા મળેલ છે.
રાજકોટ શહેરી વિકાસસત્તામંડળ દ્રારાપ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS -ઈં પ્રકારના ટી.પી.17 એફ.પી.73,પરિશ્રમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સંસ્કુતિ પાર્ટી પ્લોટની બાજુમાં, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટમાં નીચે પ્રમાણેની યાદી મુજબના આવાસો આવાસધારકોને ફાળવેલ છે.
જેમના દ્રારા રૂૂડાના હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે આવાસધારકોને વારંવાર અત્રેની કચેરીએથી જાણ કરવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસધારકો દ્રારા રૂૂડામાં રકમ જમા કરાવેલ નથી.
સદરહું બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવેલ જેમાં એ 501, 608, બી.108, ડી.201, ઇ.105, જી.704, એચ.102, 604, જે.104, એલ.508, એન.203, 304, 605, 701 સહિતના 14 આવાસની ફાળવણી રદ કરવામાં આવી હતી.
