હળવદના સુસવાવમાં સ્પીડબ્રેકર હટાવવા તંત્ર અને ગ્રામજનો સામસામે
તંત્ર જેસીબી સાથે સજ્જ, તા. 15મી સુધી વેટ એન્ડ વોચનો નિર્ણય
હળવદ તાલુકાના સુસવાવ ગામથી ચરાડવાને જોડતા રોડ પર 12થી વધુ સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે જે રોડ માળિયા રોડથી મોરબીને જોડતો રોડ છે તો સાથે રેતીના ભારે વાહનો તેમજ બન્ને રોડને જોડતાં વાહનો પસાર થાય છે ત્યારે સ્પીડ બ્રેકર ત્યાંથી પસાર થતા ઈશ્વર નગર તેમજ અન્ય ગામના વાહન ચાલકો માટે મુસીબત રૂૂપ હોવાથી આ મુદે માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી હાલ સ્પીડ બ્રેક મુદે કોર્ટમાં ફરિયાદ ચાલતી હોય બીજી તરફ આજે માર્ગ મકાન વિભાગના ઈજનેર, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે બંપ તોડવા પહોચ્યા હતા જોકે સુસવાવ ગામના લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને બમ્પ તોડવાની કામગીરી શરુ થવા દીધી ન હતી.
તંત્ર અને ગ્રામજનો આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો જોકે હાજર પોલીસ કર્મીઓએ સમજાવટનો પ્રયાસ કર્યો હતો બાદમાં ગામના સરપંચ અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં 15 ઓક્ટોબરે કોર્ટની મુદ્દત હોય કોર્ટના હુકમ સુધી કામગીરી ન કરવા ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે સહમતી થતા કામગીરી અટકાવી દેવામાં આવી હતી ત્યારે હવે સું થશે જોવાનું રહ્યું હાલમાં તો બમ્પ મામલે તંત્ર અને ગ્રામજનો આમને સામને છે.