ધો.12માં નાપાસ થવાના ડરે ડેમમાં કૂદે તે પહેલાં જ છાત્રને પોલીસે બચાવી લીધો
ઘરેથી નીકળી ગયા બાદ પિતાએ ફોન કરતા કહ્યું, હું આપઘાત કરવા જાઉ છું, કોઇ શોધતા નહીં : રાજકોટના ન્યારી ડેમનો બનાવ
પોલીસે સતર્કતા બતાવી તરુણને વાતોમાં ઉલજાવી અને લોકેશન મેળવી લીધું
હું આપઘાત કરવા જાઉં છુ મને કોઇ શોધતા નહી, રાજકોટમાં રહેતા અને ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતા છાત્રએ તેમના પિતાએ મોબાઇલ કોલમાં કહેલા છેલ્લા શબ્દ આપણે જોઇએ છીએ કે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા આવે એટલે રાજ્યભરમાં વિદ્યાર્થીઓના નાપાસ થવાના ડરે આપઘાતના કિસ્સાઓ વધતા જાય છે. ત્યારે આપઘાત કરવો એટલે શુ તમે લોકોની મુશ્કેલી પુરી થઇ જશે ? આપઘાત કર્યા બાદ તમારા પરિવારનું શુ ? આવો વિચાર તમને ન આવે !
આવો જ એક બનાવ રાજકોટ જીલ્લામાં બનવા પામ્યો છે. લોધીકામાં રહેતો અને ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો 17 વર્ષનો તરૂણ અભ્યાસથી કંટાળી અને તેમને વિચાર આવ્યો કે હું ધો.12માં નાપાસ થવાના ડરે ઘરેથી નીકળી ગયો હતો. તરૂણ રાત પડી ગઇ છતા તેમના ઘરે ન આવતા પરિવાર જનોને ચિંતા સતાવતી હતી કે, પુત્ર ક્યાં ગયો હશે.
ત્યારબાદ પિતાએ પુત્રને કોલ કર્યો ત્યારે પુત્રએ રડતા-રડતા કહ્યુ કે, મને તમે કોઇ શોધતા નહી અને હું આત્મહત્યા કરવા જાવ છુ કહી ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં તેમના પિતઓ મેટોડા જીઆઇડીસી પોલીસ મથકે પહોચ્યા હતા. અને ત્યાં પીએસઆઇ કે.એ.ગોહીલ, લક્ષ્મીબેન ગઢવી અને સુભાષભાઇ લાવડીયાને આ વાત કરતા તેઓએ તુંરત પિતાના મોબાઇલમાંથી પુત્રને વિડીયો કોલ કર્યો હતો અને તેમને વાતોમાં રાખી લોકેશન મેળવી લીધુ હતું. ત્યારબાદ પોલીસ અને પરિવારજનો ન્યારી ડેમ પહોંચી ગયા હતા
આ છાત્રા ન્યારી ડેમમાં કુદે તે પુર્વે જ તેમને બચાવી લીધો હતો અને તેમને ભવિષ્યમાં આવુ પગલુ ન ભરે માટે તેમનું જરૂરી કાઉન્સેલીંગ કર્યુ હતું અને પિતાને સોંપ્યો હતો. આ સાથે મેટોડા પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું સુત્ર સાર્થક કર્યુ હતું.