For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરમાં નિર્માણાધીન પૂલનું સ્ટ્રકચર તૂટી પડ્યું

11:20 AM Jun 16, 2025 IST | Bhumika
વાંકાનેરમાં નિર્માણાધીન પૂલનું સ્ટ્રકચર તૂટી પડ્યું

વાંકાનેર શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ નદી ઉપરનો પુલ છેલ્લા ઘણા સમયથી રીપેરીંગ કામ માટે બંધ કરવામાં આવ્યો છે અને હાલમાં કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે જોકે આ પુલ ઉપર એક ગાળામાં ગડર અને સ્લેબ બનાવવા માટે થઈને કોન્ટ્રાક્ટર દ્વારા સુપર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું જોકે ગઈકાલે મોડી સાંજે ઉપાડેલા ભારે પવનના કારણે તે સુપર સ્ટ્રક્ચરનો ભાગ તૂટીને જમીન દોસ્ત થઈ ગયો હતો જેથી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી સામે સવાલો ઊઠવા લાગ્યા છે.

Advertisement

ગત ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે વાંકાનેર શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ પાંચસીયા ગામ તરફ જવાના રસ્તે મચ્છુ નદી ઉપર જે પુલ બનાવવામાં આવ્યું છે તે પુલનો એક ગટર નમી ગયું હતું જેથી તે પુલને વાહનોની અવરજવર માટે તા 27/724 થી બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના રીપેરીંગ કામ માટે થઈને સરકારમાંથી મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તા 21/3/25 ન રોજ રાજકોટના રુદ્રાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામના કોન્ટ્રાક્ટરને આ પુલ ઉપર ગડર અને સ્લેબ બનાવવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે અને હાલમાં ત્યાં ગડર અને સ્લેબ બનાવવા માટે થઈને કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા સુપર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું.

જોકે ગઈકાલે ભારે પવનના કારણે આ સુપર સ્ટ્રક્ચર ધરાશયી થઈ ગયું છે.આ અંગે માર્ગ મકાન વિભાગના નાયબ ઇજનેર સંદીપભાઈ કાલરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વાંકાનેરના બાયપાસ રોડ ઉપર બ્રિજના જોખમી થઈ ગયેલા ગટર અને સ્લેબને હટાવીને ત્યાં નવું ગટર અને સ્લેબ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેવામાં કોન્ટ્રાક્ટરે ગોઠવેલ સુપર સ્ટ્રક્ચર ગઈકાલે મોડી સાંજના સમયે પવનના લીધે તૂટી પડ્યું હોવાનું જાણવા મળેલ છે જોકે આ અકસ્માતમાં બનાવવામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થયેલ નથી અને જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે તેને છ મહિનામાં કામ પૂર્ણ કરવા માટેની મુદત આપવામાં આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement