રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આવતીકાલે રાજ્યના સૌથી ઉંચા રાવણનું રાજકોટમાં દહન

04:23 PM Oct 11, 2024 IST | admin
Advertisement

સાંજે સાત વાગ્યાથી રેસકોર્સમાં શસ્ત્ર પુજન, લેસર શો અને ભવ્ય આતશબાજી થશે

Advertisement

દર વર્ષે દશેરાના પાવન પર્વ નિમિતે વર્ષોની પરંપરા મુજબ વિ.હિ.5. બજરંગદળ દુર્ગાવાહીની દ્વારા વિજયાદશમીની ખૂબ ભાવભેર, ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેના સંદર્ભમાં આ વર્ષે પણ તા. 12/10/2024 ને શનિવારના રોજ રેસકોર્ષ મેદાન ખાતે સાંજે 7-00 કલાકે અનેકવિધ કાર્યક્રમોની હારમાળ સર્જાવાની છે. આ વર્ષે પૂતળા દહન - શસ્ત્ર પૂજન આતશબાજી સાથે નવીનતમ લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લેસર શોમાં અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ ઈફેકટ દ્વારા ધર્મભકિત અને રાષ્ટ્રશકિતનો સમન્વય યોજી ઉપસ્થિત તમામ લોકોને પસંદ પડે તેવો શો યોજાવાનો છે.

આ વખતે ગુજરાતના સૌથી ઉચો 60 ફુટનો રાક્ષસ રૂૂપી રાવણ તથા અન્ય 30-30 ફૂટ ઉંચા પૂતળા બનાવવામાં આવ્યા છે. આ પૂતળાઓ બનાવવા માટે ખાસ આગ્રા (યુ.પી.) થી તેના સ્પેશ્યાલીસ્ટ કારીગરોને રાજકોટ બોલાવવામાં આવ્યા છે જેમની 25 થી વધુ લોકોની ટીમ દ્વારા મહિનાઓની જહેમત બાદ આ પુતળા તૈયાર થાય છે.

દર વર્ષની માફક આ વર્ષે પણ રાક્ષસ દહન વખતે અવનવા રંગબેરંગી પ્રકારના ફટાકડાઓની આતશબાજીથી કાર્યક્રમ સ્થળે દિવાળી જેવો માહોલ રચાશે. આ વર્ષે ખાસ તામીલનાડુથી મંગાવવામાં આવેલ ફટાકડાની અવનવી વેરાયટીઓ જેવી કે 500 મલ્ટી શોટ, 240 રંગીન ફેન્સી શોટ, 240 રંગીન મલ્ટી મ્યુઝીક શોટ, 100 મ્યુઝીકલ કલર શોટ, 100 મલ્ટી મ્યુઝીકલ કલર શોટ, 100 કલરફુલ શોટ, 50 મ્યુઝીકલ ફેન્સી કલર શોટ, 50 ફેન્સી સાયરીંગ મ્યુઝીક શોટ તેમજ 2500 ફુટ ઉપર ફુટી શકે એવા હેવી શોટ છે. આ વર્ષે તેમાં એક નવા નજરાણાનો સમાવેશ કરી લાઈટ એન્ડ સાઉન્ડ પર આધારીત થીમ બેઈઝ લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ લેસર શોનું સંચાલક ડી.જે. અમર ઠાકર કરશે.

આ લેસર શોમાં ખાસ સ્વીર્ઝલેન્ડ બનાવટની લેસર લાઈટની સ્પેશીયલ ઈફેકટ સાથે આ શો યોજવામાં આવશે જેમાં મુખ્ય બાર ખૂબ જ અતિ આધુનિક લેસર તથા અન્ય લેસર લાઈટ દ્વારા આ શો કરવામાં આવશે. તેમજ લેસર લાઈટ દ્વારા ડીમ શોના અદભૂત દૃશ્યો જેમાં ફોગીગ દ્વારા લેસર શો કરવામાં આવશે તેમજ આતશબાજી અને લેસર શોનું કોમ્બીનેશન કરી આ લેસર શો કરવામાં આવશે. આ વખતે પ્રથમવાર સામાજીક જવાબદારીના ભાગ રૂૂપે એક રકતદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના લોકો બહોળી સંખ્યામાં ભાગ લે તે માટેનું આમંત્રણ વિહીપ રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂૂપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ હસુભાઈ ચંદારાણા તથા વિ.હિ.5. સૌરાષ્ટ્ર પ્રાંતના નિતેશભાઈ કથીરીયા, કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેવુ વિ.હિ.5. પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠની યાદીમાં જણાવેલ છે.

Tags :
burnt in Rajkotgujaratgujarat newsrajkotrajkot newsRajkot tomorrowstate's tallest Ravana
Advertisement
Next Article
Advertisement