પ્રાચીન-અર્વાચીન ગરબાઓના ધમાકેદાર પર્ફોર્મન્સથી સ્ટેજ રણઝણી ઉઠ્યું
03:40 PM Nov 27, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટમાં યોજાયેલી ચાર દિવસની રાજય કક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં બીજા દિવસે ખેલૈયાઓના ધમાકેદાર પર્ફોર્મન્સથી હેમુ ગઢવી હોલનું સ્ટેજ રણઝણી ઉઠ્યું હતું. પ્રાચીન અને અર્વાચીન ગરબા તથા રાસની એક પણ ભૂલ વગરની સામૂહિક રજૂઆતે ઉપસ્થિતોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કઈ કૃતિને નંબર આપવો અને કઈ કૃતિને બાદ કરવી, તે વિશે નિર્ણાયકોમાં મીઠી મૂંઝવણ પ્રવર્તતી હતી. રાજ્યભરના 32 જિલ્લાઓમાંથી આવેલા ઉત્કૃષ્ટ કલાકારોએ તેમની કલાના કામણથી વાતાવરણ ભક્તિમય અને જીવંત બનાવી દીધું હતું. માઈક અથવા પ્રી રેકોર્ડેડ કૃતિને બદલે કલાકારોએ ગરબા જાતે જ ગાયા હતા. પારંપરિક રંગીન પરિધાન અને આભૂષણોએ સમગ્ર માહોલને ગરિમામય બનાવ્યો હતો.
Advertisement
Next Article
Advertisement