ગુજરાતમાં કોરોના ફેલાવાની ગતિ સૌથી વધુ
દેશમાં નવા 358 પોઝિટિવ કેસમાંથી 158 ગુજરાતમાં નોંધાયા, 66 ટકા કેસ એકલા અમદાવાદમાં
દેશભરમાં આજે સવારે 8 વાગ્યે જાહેર કરાયેલ આંકડા મુજબ 358 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં ગુજરાત રાજ્યમાં કોરોનાની ખુબ જ વધુ જોવા મળી રહે છે. ગઈકાલે ગુજરાતમાં 158 નવા કેસ નોંધાયા હતાં. એકલા અમદાવાદમાં 646 એક્ટિવ કેસ છે.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની 16 વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું મૃત્યુ થયું છે. તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ કરાયો હતો. ગઇકાલે ગુજરાતમાં 158 નવા કેસ નોંધાતાં રાજ્યમાં કુલ 980 એક્ટિવ કેસ છે. દેશભરમાં કોરોનાના કેસોમાં ફરીથી આંશિક વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં 646 એક્ટિવ કેસ અમદાવાદમાં આજે વધુ 131 નવા કોરોના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 916 જેટલા કેસ નોંધાયા છે જેમાંથી 646 જેટલા એક્ટિવ કેસ છે જ્યારે 268 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ નોંધાયા છે, જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે.
રાજકોટ મનપા આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, કોવિડનાં અત્યાર સુધીમાં જોવા જઈએ તો 102 જેટલા કેસ નોંધેલા છે ગત 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ આવ્યા છે. આ ઉપરાંત જે છે સાજા થવાનો રેટ પણ ઘણો બધો વધારે આપણને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકો જે છે એ ચોથા પાંચમાં દિવસે એસિમ્ટોમેટિક એટલે લક્ષણ વિહીન જણાઇ રહ્યા છે. બે દર્દી જ હોસ્પિટલમાં દાખલ છે એમની કો-મોર્બિડ કન્ડિશન છે. આ લોકોને ઓક્સિજન ઘટવાથી દાખલ કરી દેવામાં આવ્યા છે. પરંતુ જોવા જઈએ તો રિકવરી રેટ ઘણો બધો સારો કહી શકાય 50% ઉપરાંત દર્દીઓ હાલ સક્સેસફુલી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની 16 વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું રવિવારે મૃત્યુ થયું છે. તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ કરાયો હતો, જોકે તેને કોરોનાની સાથે હિપેટાઇટિસ-બીનું પણ નિદાન થયું હોવાથી હિપેરીનનું ઇન્જેક્શન પણ અપાયું હતું, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહોતો. શહેરમાં અત્યારે આવી રહેલા કોરોનાના દર્દીઓમાં કોઈને ટોસિલિઝુમેબ આપ્યાનો આ પ્રથમ કેસ છે. જ્યારે અત્યારસુધીમાં ચાર મહિલાનાં મોત થયાં છે.