ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માધાપરમાં નજીવા પ્રશ્ર્ને રકઝક થતા પુત્રએ પિતાના કાને બચકું ભરી લીધુ

04:50 PM Jul 24, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

જુદા-જુદા ચાર સ્થળે પરિણીતા સહિત ચારે જ્વલનશીલ પ્રવાહી પીધું

Advertisement

માધાપર ગામે સિંધોઇનગરમાં પિતા-પુત્ર વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા પુત્રએ પિતાના કાને બટકુ ભરી લીધુ હતું. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માધાપર ગામે આવેલ સિંધોઇનગરમાં રહેતા વિજયભાઇ રમણીકભાઇ તન્ના (ઉ.વ.58) પોતાના ઘરે હતા. ત્યારે પુત્ર ચીરાગે ઝઘડો કરી કાનમાં બટકુ ભરી લીધું હતું. આધેડને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અન્ય બનાવમાં જામનગર રોડ ઉપર વાલ્મીકીવાસમાં રહેતા રવિ વિનુભાઇ કબીરા (ઉ.26)એ દારૂના નશામાં ફિનાઇલ પી લીધું હતું. રાજમોતી મીલ પાછળ મયુરનગરમાં અજય કાનાભાઇ મેર (ઉ.21) અને માંડાડુંગર વિસ્તારમાં આવેલી હરસિધ્ધી સોસાયટીમાં અલ્પેશ કાળુભાઇ રાતડીયા (ઉ.વ.20) એ પોતપોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. જયારે કોઠારીયા રોડ ઉપર સ્વાતી પાર્કમાં રહેતી મીનાબેન જૈનમભાઇ કોઠારી નામની 28 વર્ષની પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર દવાના ટીકડા ખાઇ લીધા હતા. જવલનશીલ પ્રવાહી પી લેનાર પરિણીતા સહીત ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાઘ ધરી છે.

Tags :
gujaratgujarat newsMadhaparrajkotrajkot news
Advertisement
Advertisement