માધાપર ચોકડી પાસે સસરાની દુકાનમાં જમાઇએ ટોળકી રચી કરી તોડફોડ
- દીકરીને પિયરમાં લગ્ન પ્રસંગમાં મોકલવા મામલે મોબાઇલ પર માથાકૂટ થઇ હતી
માધાપર ચોકડી પાસે આવેલી પ્રૌઢની વિશ્વા પાન સેંટર અને વિશ્વા એનટરપ્રાઇઝ નામની ઝેરોક્ષની દુકાનમાં જમાઇ અને તેની સાથે આવેલા બીજા પાંચ શખ્સએ તોડફોડ કરી નુકશાની કરી હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વધુ વિગતો મુજબ, માધાપર ચોકડી સિંધોઇ નગર શેરી નં-02માં રહેતા કરશનભાઈ જીવણભાઇ જંજવાડીયા(ઉ.વ.52)એ પોતાની ફરિયાદમાં જમાઇ અભય હસમુખભાઈ સંથેસરીયા અને તેની સાથેના બીજા પાંચ શખ્સોનું નામ આપતા તમામ સામે રાયોટિંગ અને નુકશાનીની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. કરશનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ઘર નજીક વિશ્વા પાન સેંટર અને વિશ્વા એનટરપ્રાઇઝ નામની ઝેરોક્ષની દુકાન ચલાવુ છું.
જમાઇ અભય હસમુખભાઈ સંથેસરીયા મારા દિકરા રવીની સાથે મારી દીકરી જલ્પા ને અહીં પિયરમા લગ્નપ્રસંગમાં મોકલવા બાબતે ફોન પર વાતચીત કરી ફોનમા ગાળા ગાળી કરી હોય જે બાબતેનો ખાર રાખી તા.21 રોજ રાત્રીના નવેક વાગ્યા આસપાસ માધાપર ચોકડીએ મારા સગા ધીરુભાઈ બાબરીયાને ત્યા હતો ત્યારે મારા પાડોશી સિંધવ ધીરૂૂભાઇનો મને ફોન આવ્યો અને કહ્યું કે તમારા જમાઈ અભય અને તેમના સાગરીતો કારમાં આવ્યા અને અને તમારી વિશ્વા એન્ટરપ્રાઇઝમાં અંદર ઘુસી પથ્થરથી તોડ ફોડ કરી છે.ત્યાં લેપટોપ પણ તોડી નાખેલ છે.
જેથી ત્યાં તપાસ કરતા ઝેરોક્ષ મશીન,લેપટોપ, કોમ્પ્યુટર તથા અન્ય સામાન વેર વિખેર અને તુટેલ હાલતમાં હતો અને દુકાનના કાચ પણ તુટેલ હતા અને હુ ગયેલ તે પહેલા આ લોકો ત્યાથી તેની કારમાં ભાગી ગયા હતા.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.