મૂર્છિત હાલતમાં મળેલા સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો
વડોદરામાં બનેલી અનોખી ઘટના
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં અનોખી ઘટના જોવા મળી હતી. આ વિસ્તારમાંથી એક સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ કરવામાં આવ્યો ત્યારે સાપ મૂર્છિત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીએ સાપને સીપીઆર આપી જીવ બચાવ્યો હતો.
આમ તો સામાન્ય રીતે કોઈ વ્યક્તિને સીપીઆર આપીને જીવ બચાવવામાં આવતો હોય છે. જેની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. પરંતુ વડોદરા શહેરમાંથી સાપ જેવા સરીસૃપ પ્રાણીને સીપીઆર આપીને જીવ બચાવવામાં આવ્યો હોય તેવી અનદેખી ઘટના સામે આવી છે.
ગત મોડી રાત્રે જીવ દયા પ્રેમી સંસ્થાને કોલ મળ્યો હતો કે, વૃંદાવન ચાર રસ્તા નજીક એક સાપનું રેસ્ક્યૂ કરવાનું છે. જેના બાદમાં જેવું દયાપ્રેમી સંસ્થા ઘટના સ્થળ પર દોડી આવી હતી. જ્યાં જઈને સાપનું રેસ્ક્યૂ કરતા સાપ મૂર્છિત હાલતમાં મળી આવ્યો હતો.
જેથી સાપને બચાવવા માટે જીવ દયાપ્રેમી સંસ્થાના રેસ્ક્યૂરે ખૂબ જ સાવધાની તેમજ કાળજીપૂર્વક ત્રણ વખત સાપને સીપીઆર આપ્યો હતો. જેમાં સદનસીબે ત્રીજા પ્રયત્નમાં સફળતા મળી અને સાપમાં નવો જીવ મળ્યો હતો.