તહેવારો દરમિયાન મહાપાલિકાના 77 આરોગ્ય કેન્દ્રોની સેવા કાર્યરત રહેશે
05:39 PM Oct 18, 2025 IST
|
Bhumika
Advertisement
દિવાળી તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના તમામ 31 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 46 આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય સેવાઓ કાર્યરત રહેશે.
Advertisement
આગામી દિવાળીના તહેવારો નિમિતે રાજકોટ શહેરની જનતાને પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા આશયથી રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા હેઠળના તમામ 31 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 46 આયુષ્માન આરોગ્ય મંદિર તા.20-10-2025 દિવાળીના રોજ સવારે 9:00 થી બપોરે 1:00, તા.21-10-2025ના રોજ સવારે 9:00 થી બપોરે 1:00, તા.22-10-2025 નુતન વર્ષ નિમિતે રજા, તા.23-10-2025ના રોજ સવારે 9:00 થી બપોરે 1:00 તથા તા.24-10-2025 અને તા.25-10-2025ના રોજ રાબેતા મુજબ પ્રાથમિક આરોગ્ય સેવાઓ માટે શરૂૂ રાખવામાં આવશે જેની તમામ જાહેર જનતા નોંધ લેશો. આ ઉપરાંત તહેવારોને અનુલક્ષીને બે રેપીડ રિસ્પોન્સ ટીમ કાર્યરત રહેશે.
Next Article
Advertisement