માધાપર ચોકડીએ સર્વિસ રોડ પાંચ વર્ષથી બંધ
માધાપર ચોકડી ફ્લાય ઓવર બ્રિજ ની કામગીરી શરૂૂ થતાં સાથે રહેલ સર્વીસ રોડ આશરે 5 વર્ષથી બંધ છે.માધાપર ચોકડી નો ફ્લાય ઓવર બ્રિજ નું કામ ચાલુ થયું ત્યાર બાદ સમય મર્યાદા કરતાં વધુ સમયે કામગીરી પૂરી થઈ .ત્યાર બાદ સર્વીસ રોડ પર આવતા ગાંધી સોસાયટીની જમીનની સરકારી તંત્ર દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવાનું રહી જતા એ પણ લાંબા સમય સુધી ચાલી અને હવે જમીન સંપાદન પછી પણ ઘણા સમયથી તંત્રની ઢીલી કામગીરીના લીધે આજદિવસ સુધી સર્વીસ રોડનું કામ પૂરું થયું નથી.
છેલ્લા 5 વર્ષ થી એક સાઈડ સર્વીસ રોડ નો ઉપયોગ બને બાજુ આવતા વાહનો કરતા હોઈ આ કારણે સતત ટ્રાફિક પ્રશ્ન અને અનેક નાના મોટા એક્સિડન્ટ થયેલા અને અમારે પ્રિન્ટ મિડિયા અને મિડિયા અને ટ્રાફીક પોલીસના સહકારથી સ્પીડ બ્રેકર બનાવ્યાને 1 વર્ષ થયું તો આપના માધ્યમથી છેલ્લા 5 વર્ષથી મુશ્કેલી ભોગવતા લોકોની પીડા અને વેદના ને વાચા આપી અને આપના માધ્યમ થી તંત્ર સર્વીસ રોડનું કામ ઝડપી પૂરું કરે એવી અમારા વિસ્તારના લોકોની માંગણી છે.