ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અગરિયા માટેની યોજનાઓમાં અધિકારીઓની ખોરી દાનતની ખારાશ ભળી

11:29 AM Sep 22, 2025 IST | Bhumika
Advertisement

આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી અને પાણી સહિતની યોજનાઓનું તંત્રના સંકલનના અભાવે બાળમરણ: રણ વિસ્તારમાં 20-20 દિવસે થતું પાણી વિતરણ, શિક્ષકોના અભાવે બસ રણ શાળાઓનાં વ્હીલમાં પંચર: કેગના રિપોર્ટમાં જાહેર થયેલી ક્ષતિઓ

Advertisement

 

ગુજરાત વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના પાંચમાં રિપોર્ટમાં કોમ્પ્ટોલર અને ઑડિટર જનરલ (CAG) દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના ઓડિટ પારાના આધારે ખાણ અને ઉદ્યોગ વિભાગ સામે અગરિયા સમુદાયની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં ગંભીર ખામીઓને ઉજાગર કરી છે. રિપોર્ટમાં સરકારી વિભાગોના જવાબો અને ઙઅઈની ભલામણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

CAG ઓડિટના રિપોર્ટમાં દર્શાવ્યું છે કે રણ સહિતના ખારા વિસ્તારો પાસે આવેલી અગરિયા વસાહતો નજીકનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સમુદાય આરોગ્ય કેન્દ્રો (CHC), અને ઉપ કેન્દ્રો (SC) ની સુવિધાઓ અપૂરી અને અપર્યાપ્ત છે. આ કેન્દ્રો પર જરૂૂરી ડોકટરો, સ્ટાફ અને દવાઓની કમી જોવા મળી છે, જેના કારણે અગરિયા સમુદાયને યોગ્ય આરોગ્ય સેવાઓ મળવામાં અડચણ ઊભી થાય છે. અગરિયાના બાળકો માટેની શાળા અને છાત્રાવાસ (હોસ્ટેલ) સુવિધાઓનું નિર્માણ અને રખરખાવ, યોજના અનુસાર થયું નથી. સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી દ્વારા આ મુદ્દાઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી.

રણ સેવાઓ પહોંચાડવામાં માટે અલગ અલગ કચેરીનું સંકલન જરૂૂરી છે. કચ્છ, મોરબી તેમજ દરીયાકાંઠાના વિસ્તારોમાં "બસ રણ શાળાઓ" ઘણીવાર શરૂૂ થતી જ નથી. અહીં સોલ્ટ વર્કમાં કામ કરવા આવતા મજૂર પરિવારોના બાળકો મોટાપાયે શિક્ષણથી વંચિત રહી જાય છે. અગરીયાના બાળકોના શિક્ષણ માટે એક સંકલિત જીઆર બનવાની જરુર છે તેમાં અને સમય પત્રક સાથે જે તે કચેરીની જવાબદારીઓ ચોક્કસ રીતે દર્શાવેલી હોય તો સરળતા ઊભી થશે.

ICDS હેઠળ ચાલતી સેવાઓ, જેમ કે બાળકોને પોષક આહાર પૂરું પાડવું, તેમાં મોટા પાયે અનિયમિતતાઓ જોવા મળી છે. ઘણા કેસોમાં, આહારની ગુણવત્તા ધોરણો પ્રમાણે નથી અને વિતરણ પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ છે. વચ્ચે વચ્ચે માત્ર THR ના પેકેટ આપવા પૂરતી સંકલિત બાળ વિકાસ યોજના મર્યાદિત નથી. રણમાં મમતા દિવસનું આયોજન થતું નથી. રણ આંગણવાડી વર્કરની સમયસર નિમણૂક અને તાલીમના કામો પણ રણના તમામ વિસ્તરોમાં થતાં નથી. રણમાં રહેતા બેનો, કિશોરીઓ ઘણી બધી સેવાઓથી વંચિત રહી જાય છે.

ગુજરાત વોટર સપ્લાય એન્ડ સેવરેજ બોર્ડ (GWSSB) દ્વારા અગરિયા વસાહતો સુધી પીવાના સ્વચ્છ પાણીની પહોંય સુનિશ્ચિત કરવામાં નિષ્ફળતા જોવા મળી છે. ઘણા લોકોને ખારા પાણી પર નિર્ભર રહેવું પડે છે, જેના કારણે આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે. રણમાં પાણીના પુરવઠા અંગે અમલીકરણ સ્તરે સૌથી મોટી ખામી એ છે કે શરૂૂઆતના 2 મહિના જ્યારે રણ ભીનું હોય છે ત્યારે ટ્રેક્ટર માઉન્ટ ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવતી નથી. તેમજ ઘણી વાર ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે, જેથી કરીને રણવિસ્તારમાં પાણી ખૂબ મોડું શરૂૂ થાય. વધુમાં પૂરતા પ્રમાણમાં ટેન્કરની સંખ્યા ન હોવાથી આગઇર્યને 20 દિવસે એક વાર પાણી મળે તેવું બને છે.

વિવિધ વિભાગો જેમ કે ડિસ્ટ્રિકટ ઇન્ડસ્ટ્રિઝ સેન્ટર (DIC), આયુષ્માન ભારત (AMC), અને અન્ય સંકલિત બાળ વિકાસ સેવાયોજના (ICDS) વચ્ચે સંકલન અને સૂચનાના આદાન-પ્રદાનનો અભાવ જોવા મળ્યો છે, જેના કારણે યોજનાઓનો લાભ અગરિયાઓ સુધી પહોંચતો નથી. CAGનો ઓડિટ રિપોર્ટ અને ઙઅઈનો રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે અગરિયા જેવા વંચિત સમુદાય માટે ની મૂળભૂત સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ હજુ પણ એક પડકારરૂૂપ છે. સરકારે આ ભલામણોને ગંભીરતાથી લેવી જરૂૂરી છે અને નક્કર પગલાં ભરવા જરૂૂરી છે. આ રિપોર્ટ પછી, વિધાનસભામાં આ મુદ્દા પર વધુ ચર્ચા થવાની અપેક્ષા છે.

સરકારી વિભાગોના ખુલાસા
ઓડિટ પારા પર ખાણ અને ઉદ્યોગ વિભાગ સહિતના સંબંધિત વિભાગોએ નીચે મુજબના જવાબો : * વિભાગોએ ઓડિટના નિરીક્ષણોને ઘણાખરાં અંશે સ્વીકાર્યા અને કહ્યું કે આ મુદ્દાઓ પર વિવિધ સ્તરે અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે ચર્ચા ચાલુ છે. * આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે મોબાઇલ હેલ્થ યુનિટમાં (MHU) મોકલવા, ડોક્ટરોની નિમણૂક પ્રક્રિયા ઝડપી કરવા અને દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા જેવા પગલાં લેવાનું વચન આપ્યું. *ICDS યોજનાના અમલમાં સુધારો કરવા અને THRની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સખ્ત દિશા-નિર્દેશો જારી કરવાનું કહ્યું. GWSSB દ્વારા પાણીની સપ્લાયની યોજનાઓને વેગ આપવાનું વચન આપ્યું.

ઙઅઈની ભલામણો
1. સમયબદ્ધ કાર્યયોજના: અગરિયા સમુદાય માટેની તમામ કલ્યાણકારી યોજનાઓની અમલીકરણ પ્રક્રિયા માટે એક સ્પષ્ટ અને સમયબદ્ધ કાર્યયોજના (Time-Bound Action Plan) તૈયાર કરવી. 2. વિભાગીય સંકલન: ખાણ અને ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ, પાણી-પુરવઠા, મહિલા અને બાળ વિકાસ જેવા તમામ સંબંધિત વિભાગો વચ્ચે મજબૂત સંકલન સુનિશ્ચિત કરવું અને નિયમિત સમીક્ષા બેઠકો યોજવી. 3. મોનિટરિંગ અસરકારક રીતે કરવું: સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી (SLEC) અને ડિસ્ટ્રિક્ટ લેવલ એમ્પાવર્ડ કમિટી (DLEC) ની મોનિટરિંગ ભૂમિકાને મક્કમ બનાવવી અને તેમને જવાબદાર ઠેરવવા. 4. પારદર્શકતા અને જવાબદારી: યોજનાઓના ફંડના વિતરણ અને ઉપયોગમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવી અને કોઈપણ ગેરવ્યવહાર માટે અધિકારીઓને જવાબદાર ગણવા. 5. તાત્કાલિક સુધારાત્મક પગલાં: આરોગ્ય, શિક્ષણ, પોષણ અને પાણીની સપ્લાય સંબંધિત તાત્કાલિક જરૂૂરિયાતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક સુધારાત્મક પગલાં ભરવા.

Tags :
corruptiongujaratgujarat newsschemes
Advertisement
Next Article
Advertisement