રાણપુરમાં તાલુકા પંચાયતથી કુંભારવાડા તરફ જવાનો રસ્તો અત્યંત બિસમાર હાલતમાં
અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં: વાહન ચાલકોને અકસ્માતનો ભય
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તાલુકા પંચાયતથી લઈને કુંભારવાડા તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો ભારે-હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલ કમોસમી સતત વરસાદ વરસી રહ્યો હોય જેના કારણે આ રોડ ઉપર જ મસમોટા ખાડાઓ છે તેમાં પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાથી ત્યા રોડ ઉપરથી વાહનો પસાર થાય એટલે લોકો પર પાણી ઉડે છે અને વારંવાર ઝગડાઓ થાય છે તંત્રને અનેક વખત કેવા છતાં તંત્ર આંખ આડા કાન કરતુ હોય તેવું લોકોને લાગી રહ્યું છે.
તાલુકા પંચાયત થી કુંભારવાડા સુધીનો મુખ્ય રોડ છે આ રોડ ઉપરથી હજારો રાહદારીઓ અને વાહનો પસાર થાય છે તેમ છતાં તંત્ર દ્વારા આ રોડ બનાવવાની તસ્દી લેવામાં આવતી નથી. આ બિસ્માર રોડને લઈને રાણપુરમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે આ રોડની અત્યંત ખરાબ હાલતને લઈને આ રોડના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે તે તાત્કાલિક જાગીને આ રોડ બનાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.આ ખરાબ રોડ હોવાના કારણે અનેક વખત રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે.રોડ ઉપર અનેક વાહન ચાલકો પડ્યા હોય એની ઘટનાઓ બની છે તેમ છતાં તંત્રને જાણે કોઈ જ આ રોડની પડી ન હોય તેમ લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયત થી કુંભારવાડા તરફ રોડ તંત્ર દ્વારા લગભગ એક મહીનામાં બે વખત બનાવવામાં આવ્યો હતો અને રોડ બનતાની સાથે જ તૂટી ગયો હતો. હાલ આ રોડનું કોઈ અસ્તિત્વ જ નથી તેવું લાગી રહ્યું છે. સાથે આ રોડ ઉપર ગંદકીના મોટાગંજ અને ખડકલા થયેલા છે અને અહીંથી પસાર થતાં તમામ લોકોને ગંદકી ની ખૂબજ દુર્ગંધ મારતી હોય તેવું લોકો કહી રહ્યા છે. આ રોડ ઉપરના દુકાનદારો અને આ રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે તંત્રને આ બિસ્માર રોડ અને ગંદકી દેખાય છે કે નથી દેખાતુ કેવી કાર્યવાહી કરે છે. કેવું કામ કરે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે....
