પ્રભાસપાટણથી વેરાવળ તરફ જતો રોડ અતિ બિસમાર, વાહન ચલાવવું મુશ્કેલ
સોમનાથ પ્રભાસપાટણ થી વેરાવળ તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે આ રોડ ઉપર સતત વાહનો ચાલતા હોય છે કારણ કે વેરાવળ પ્રભાસપાટણ સોમનાથ આવતા જતા વાહનો ગ્રામ્ય વિસ્તારમાં થી વેરાવળ ખરીદી માટે આવતા જતા વાહનો અને પ્રભાસપાટણ નજીક જી આઈ ડી સી આવેલ છે તેમા મચ્છી ની અનેક કંપનીઓ આવેલ છે તેના વાહનો સતત અવરજવર કરતા હોય છે જેથી આ રોડ સતત ટ્રાફીક થી ધમધમતો હોય છે અને તેમાં આ ખરાબ રસ્તો જેથી વાહન ચાલકો ખુબજ પરેશાન થાય છે ખરાબ રસ્તા ને કારણે ધુળ ની ડમરીઓ ઉડે છે જેથી વાહનો ચલાવવા મા તફલીત પડે અને અકસ્માતો થવાનો સતત ખતરો રહે છે અને વાહનો ને પણ નુક્સાની થાય છે.
વેરાવળ થી સોમનાથ પ્રભાસપાટણ આવતા રસ્તા ઉપર ધણા સમયથી ઓવર બ્રીજ નુ કામ ચાલે છે જે ખુબજ ધીમી ગતિએ ચાલે છે જેથી સોમનાથ પ્રભાસ પાટણ અને વેરાવળ તેમજ ગ્રામ્ય વિસ્તારો ના તમામ વાહનો બંદર માંથી પસાર થાય છે જેથી બંદર મા સાંકડા રસ્તા મા ખુબજ ટ્રાફીક થાય છે અને આ બંદર ના રોડ ઉપર મચ્છી ના વાહનો ચાલતા હોવાથી રસ્તો પણ ચીકણો હોય છે જેથી વાહનો સ્લીપ થવાના બનાવો વારંવાર બને છે અને લોકો ને નાની મોટી ઇજાઓ થતી હોય છે.
વેરાવળ થી સોમનાથ આવતા યાત્રિકો ને પણ આ રસ્તા ઉપર થી પસાર થવું પડે છે અને તેવો પણ ખુબજ હાલાકી ભોગવે છે અને ખરાબ છાપ લય ને જાય છે જ્યારે રસ્તો રીપેરીંગ કરે ત્યારે પણ સારી કામગીરી ની જગ્યા નબળી ગુણવત્તા વાળા બનાવવા મા આવે છે જેથી ફરીથી એની એજ સમસ્યા જેથી આ ખુબજ મહત્વનો અને ટ્રાફીક વાળો રસ્તો તાત્કાલિક સારી ક્વોલિટી નો બનાવે તેવી લોકો ની માંગણી છે.