સાવરકુંડલાના દેતડથી ભાક્ષી ભંડારીયાનો રસ્તો બિસમાર હાલતમાં: રાહદારીઓને હાલાકી
70 જેટલા ખેડૂતોની છેલ્લા 30 વર્ષથી જટિલ સમસ્યાનો અંત કયારે ?
સાવરકુંડલાના છેવાડે આવેલું દેતડ ગામ કે જે ગામથી ભાક્ષી ભંડારીયા જવા માટે ચાર કિલોમીટરનું અંતર છે તેવો આ શોર્ટકટ રસ્તો આઝાદી બાદ આજ સુધી રીપેર પણ કરાયો નથી અને નવો તો બનાવ્યો જ નથી આ ચાર કિલોમીટરના રસ્તા ઉપર દેતડ ગામના 60 ઉપરાંત ખેડૂતોની જમીનો આવેલી છે એટલે અવારનવાર બારે મહિના વાળી ખેતરે જવું પડે મહામુશ્કેલી તો ત્યારે થાય ચોમાસાના ચાર મહિના આ રોડ ઉપર એક પણ વાહન ચાલી શકતું નથી એટલે જ પગપાળા જવું પડે છે માટી એટલી ચીકણીને લપસણી છે કે વાહન ચાલક ચાર કિલોમીટરનું અંતર પણ કાપી શકતો નથી દેતડ ગામથી ભાક્ષી ભંડારીયા ચાર કિલોમીટરનું અંતર છે.
એટલે અનેક વખત સગા સંબંધીઓ હોય તેમને આવવું હોય કે જવું હોય આ એકદમ ટૂંકો રસ્તો છે અને જો પાકા રસ્તે જવું હોય તો દેતડથી મહુવા રોડ થઈ ભાક્ષી ભંડારીયા જવાય છે 12 સળ નું અંતર છે આ રસ્તા ના રીપેરીંગ માટે અથવા તો નવો બનાવવા માટે દેતડ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 20 વર્ષમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. આ વિસ્તારના બદલાયેલા તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો અને ગાંધીનગર સચિવાલય સુધી ગ્રામ પંચાયત અને ગામના જાગૃત નાગરિક ભાનુભાઈ તરફથી લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
ભાનુભાઈના જણાવ્યા મુજબ આ લેખિત રજૂઆતોની લગભગ 50 એક જેટલા કાગળોની ઓસી કોપીની મોટી ફાઈલો બની છે પરંતુ આ જટિલ સમસ્યા અને આ પીડા નો અંત આજે પણ નથી આવ્યો. સામાન્ય રીતે આવવા જવામાં સાધારણ મુશ્કેલીનો અનુભવ થાય છે પરંતુ ચોમાસાના ચાર મહિના આ 60 થી 70 ખેડૂતોને વાડીએ કામકાજ માટે જવામાં મજૂરોને લઈ જવામાં ખેતીના ઓજારો લાવવા લઈ જવામાં ધોળે દિવસે તારા દેખાઈ જાય છે.