વેરાવળના સોનારિયા-સવની નાવદ્રા ગામને જોડતો રસ્તો અતિ બિસમાર હાલતમાં
વેરાવળ તાલુકાનાં સોનારીયા ગામથી વાડી વિસ્તાર થય અને સવની નાવદ્રા ગામ બાજુમાં રસ્તો નિકળે છે આ રસ્તો ખુબજ મહત્વનો છે કારણ કે આ રસ્તો અંદાજીત બે કિલોમીટર જેવો વાડી વિસ્તાર માંથી પસાર થાય છે અને આ વાડી વિસ્તાર મોટા પ્રમાણમાં ખેડૂતો વસવાટ કરે છે અને આ રસ્તો વાડી વિસ્તાર થય અને સવની, ઈશ્વરીયા,ભેરાળા થય અને તાલાલા નિકળે છે જ્યારે આજ રસ્તો નાવદ્રા,પંડવા,કોડીદ્રા બાજુ નિકળે છે જેથી ખુબજ મહત્વનો રસ્તો અને ઘણા સમયની માંગણી અને રજુઆત બાદ આ રસ્તો બનેલ છે પરંતુ કોન્ટ્રાક્ટ અને અધિકારીઓ ની મીલી ભગત ને કારણે આ રસ્તા ની કામગીરીમા લોટ પાણી અને લાકડા જેવી કામગીરી થયેલ છે.
જેથી હજુ રોડ ની ગેરંટી પીરીયડ બાકિ છે છતા રસ્તા ની બિસ્માર હાલત થયેલ છે આ રોડ ઉપર પાણી નિકાલ માટે નાના પુલીયા મુકવામાં આવેલ છે તે નાના પુલીયા જમીન મા બેસી ગયા આમ આ રસ્તા ની કામગીરી મા ખુબજ નબળી થયેલ અને ભષ્ટ્રાચાર મોટા પ્રમાણમાં થયેલ છે જેથી સોનારીયા ગામ ના સરપંચ મોહનભાઈ સોલંકી દ્વારા જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ના એન્જીનીય ને રજૂઆત કરવામાં આવેલ છે અને આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટ અને અધિકારીઓ ઉપર કાર્યવાહિ કરી અને ગેરંટી પીરીયડ હોવાથી ફરીથી રસ્તો બનાવવા માંગણી કરવામાં આવેલ છે