સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીનો રિંગ રોડ ફોર લેન બનશે
રૂા. 39.67 કરોડના ખર્ચે ફેઝ-2નું કામ ટૂંક સમયમાં શરૂ થશે, 10.05 મીટરનો કેરેજવે તથા સ્ટ્રોર્મ વોટર અને કલવર્ટ સહિતના કામ માટે કોન્ટ્રાક્ટ અપાયો
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતી કાલે મળશે: કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેક્ટની 63 દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરાઈ
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેક્ટ સહિતની 63 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી રીંગરોડ-2નું પેકેજ-2નું કામ આગળ વધારવા માટે ટેન્ડર કરવામાં આવેલ જે મંજુર થતાં હવે રીંગરોડ-2નું સ્માર્ટસીટીથી કટારિયા ચોકડી સુધીનો રોડ રૂા. 39.67 કરોડના ખર્ચે ફોરલેન કરવામાં આવશે. અંદાજે 3900 રનીંગ મીટરના રસ્તા સહિત બન્ને તરફે 10.5 મીટરનો કેરેજવે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઈન સહિતનો કોન્ટ્રાક્ટ આવતી કાલે એજન્સીને આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા - વેસ્ટ ઝોન હેઠળનો 150 ફુટ રીંગ રોડ-ર (સ્માર્ટ સીટીથી કટારીયા ચોક કાલાવડ રોડ) ડેવલપ કરવા (પેકેઝ-ર) નાં કામે કુલ રૂૂા. 39,67,90,905/- (અંકે રૂૂપિયા ઓગણચાલીસ કરોડ સડસઠ લાખ નેવુ હજાર નવસો પાંચપુરા) તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. વિગેરે સહિત આ કામે કુલ રૂૂા.46,85,00,000/- (અંકે રૂૂપિયા છેતાલીસ કરોડ પંચ્યાસી લાખપુરા)નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજે 3900 રનીંગ મીટરમાં રસ્તાને ડેવલપ કરવામાં આવશે. જેમાં બંને તરફે 10.50 મીટરનો કેરેઝ-વે, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન તથા ત્રણ પાઇપ કલવર્ટનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે 500000 લોકોને ફાયદો થશે. અને રૂૂા.39,67,90,905/- (અંકે રૂૂપિયા ઓગણચાલીસ કરોડ સડસઠ લાખ નેવુ હજાર નવસો પાંચ પુરા) ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ.
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજૂ થયેલ 63 દરખાસ્તો પૈકી અલગ અલગ વિસ્તારોમાં પેવીંગ બ્લોક નાખવા તેમજ 150 ફૂટ રીંગ રોડ માટે સફાઈ કામદારોની નિમણુંક તથા વેસ્ટઝોન હેઠળ આવતા તમામ 6 વોર્ડમાં ડામર કામ તથા ગાંડીવેલ દૂર કરવા માટે બે નંગ વેડા હાર્નેશ મશીનની ખરીદી તેમજ વોર્ડ નં. 11 માં ફરસાણા ચોકથી કણકોટ ગામ સુધીના 24 મીટરના રોડને ડેવલોપ કરવા તથા ન્યારા ગામ ખાતે 342.72 લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ સંપ અને પમ્પ હાઉસ તૈયાર કરવા અને રેસકોર્સ સંકૂલમાં નવનિર્માણ થયેલ આર્ટ ગેલેરી માટેની ડિપોઝીટી તેમજ ભાડાના દર નક્કી કરવા અને અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની મેડીકલ સહાય સહિતની દરખાસ્તો આવતી કાલની સ્ટેન્ડીંગમાં મંજુર કરવામાં આવશે.
માનીતી એજન્સીને આપેલ કામ સમયસર પૂર્ણ ન થતાં પેટામાં કામ આપવા તંત્ર મજબૂર
મહાનગરપાલિકાના મલાઈ વાળા પ્રોજેક્ટો રાજકીય છત્રછાયા ધરાવતી એજન્સીઓને મોટેભાગે મળતા હોવાનું અનેક વખત ચર્ચામાં રહ્યું છે. જે કામમાં મલાઈ વધુ મળતી હોય તેવા કામો અમુક ચોક્કસ એજન્સીને વર્ષોથી આપવામાં આવી રહ્યા છે. પરંતુ એજન્સીને આપવામાં આવેલ કામ સમયસર પૂર્ણ ન થાય અને લોકોનો વિરોધ ઉઠે ત્યારે તંત્ર થુકેલુ ચાટતા શરમાતી નથી તેમ આ વખતે પણ ચોમાસુ વહેલુ બેસતા રોડ-રસ્તાઓ તુટવાના કારણે સમયસર રિપેરીંગ એક એજન્સી ન કરી શકતા અંતે અન્ય બે એજન્સીને પેટામાં કામ આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન તુટેલા રોડ રસ્તાઓ રિકાર્પેટ કરવા માટે એક સાથે વેસ્ટઝોનના આઠ વોર્ડનું કામ ક્લાસિક પ્રા. લીમીટેડને આપવામાં આવે બે વર્ષનો કોન્ટ્રાક્ટ રૂા. 1.04 કરોડના ખર્ચે અપાયેલ પરંતુ એજન્સી દ્વારા છ વોર્ડનું કામ એક સાથે સમયસર પૂર્ણ ન થતાં અને રોડ રસ્તા ધોવાઈ જવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતા તંત્રએ તાબળતોબ નિર્ણય લઈ આ કામ એ જ ભાવથી પવન ક્ધટ્રક્શન અને રાજ ચામુંડા ક્ધટ્રક્શનને પેટામાં આપવાનો નિર્ણય લીધો છે. અબજો રૂપિયાના કામમાં તેમજ ડામર કામમાં મોટી મલાઈ મળતી હોય તેમાં એક એજન્સીને કામ આપવામાં આવેલ પરંતુ તુટેલા રોડ રસ્તાનો ઉહાપો બોલતા તંત્રએ નાછુટકે બે એજન્સીને પેટા કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લીધો છે અને અધિકારીઓને દરખાસ્ત તૈયાર કરી તાબળતોબ સ્ટેન્ડીંગમાં રજૂ કરવાનો આદેશ કરતા આવતી કાલની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આ દરખાસ્ત મંજુર કરવામાં આવશે. જેના લીધે વેસ્ટઝોનના વોર્ડ નં. 1,8,9,10,11 અને 12માં યુદ્ધના ધોરણે રસ્તા-ડામર કાર્પેટ તેમજ રિ-કાર્પેટ સહિતનું કામ ઝડપી શરૂ કરાશે.
પરસાણા ચોકથી કણકોટ ગામ સુધી રૂા. 8.86 કરોડના ખર્ચે નવો રોડ બનશે
વેસ્ટઝોનમાં વોર્ડ નં. 11 ને લાગુ નવો રીંગ રોડ શરૂ થયાબાદ પરસાણા ચોકથી કણકોટ ગામ સુધી અને ત્યાંથી કાલાવડ રોડને કનેક્ટ થતાં રોડ ઉપર ભારે ટ્રાફિક થઈ રહ્યો છે જેનું મુખ્ય ખારણ ભંગાર રોડ રસ્તાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય અંતે તંત્રએ પરસાણા ચોકથી કણકોટ ગામ સુધીનો 80 ફૂટનો રોડ મંજુર કરી રૂા. 8.86 કરોડના ખર્ચે ફોરલેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ત્રણ કંપની ક્વોલીફાઈવ થતાં આવતી કાલની સ્ટેન્ડીંગમાં રોડના ખર્ચને મંજુરી આપી વર્કઓર્ડર આપવામાં આવશે.
ટીપીઓ સાગઠિયાના સસ્પેશનનો ઠરાવ
ટીઆરપી ગેમઝોનના બનાવ બાદ તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ જેથી તેમને સેવાઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ ત્યાર બાદ તેમના વિરુદ્ધ પિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ જોગવાઈ હેઠળ એન્ટીકરપ્શન દ્વારા એફઆઈઆરના આધારે તપાસ થતાં તેમની વિરુદ્ધ મનીલોન્ડ્રીંગનો ગુનો દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત શહેરીવિકાસ અને શહેરીગૃહ વિકાસ નિર્માણ વિભાગને પત્રથી જણાવવામાં આવેલ આથી વર્ગ-1ના અધિકારી ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખભાઈ સાગઠિયાનો સસ્પેન્શનનો ઠરાવ સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે મંજુર કર્યા બાદ સિલેક્શન સમિતિને સુપ્રત કરી કાયમી સસ્પેન્ડનો ઓર્ડર કરવામાં આવશે.
ચીફ ફાયર ઓફિસરની ભરતી કરાશે
ટીઆરપી ગેમઝોન દૂર્ઘટના બાદ ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ ગુનો નોંધાયેલ હોય તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ તેમના સ્થાને આવેલ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાતા તેમના વિરુદ્ધ પણ સસ્પેન્શનના પગલા લેવામાં આવ્યા હોય ઘણા સમયથી મનપાનું ફાયર વિભાગ ચીફ ફાયર ઓફિસર વિરોહણું ચાલતુ હતું જેના લીધે હવે સરકારની ગાઈડલાઈન મુજબ નવા એક ચીફ ફાયર ઓફિસરની નિમણુંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાતમા પગારપંચ મુજબ રૂા. 56,100 પગાર સાથે નેશનલ ફાયર સર્વિસ કોલેજમાંથી કોર્સ સહિતની શૈક્ષણિક લાયકાત અને સાત વર્ષનો ડેપ્યુટર ચિફ ફાયર ઓફિસરનો અનુભવ સાથેના ઉમેદવારની ભરતી કરવામાં આવશે. જેનો ઠરાવ આવતી કાલની સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુર કર્યાબાદ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ગાંડીવેલે ગાંડા કર્યા : નવા બે મશીન ખરીદાશે
રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ વર્કશોપ શાખા દ્વારા રાજકોટ શહેરના બેડી યાર્ડની પાછળ આવેલા આજી-2 અને પ્રદ્યુમન પાર્કની બાજુમાં આવેલા લાલપરી તળાવમાંથી જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતિ દુર કરવા માટે મશીન 1 અને મશીન 2 નું કામે ઉક્ત સંદર્ભ 01થી 04 અન્વયે એજન્સી (M5/G Gj(M8@ M/s Cleantec Infra Pvt. Ltd. સૌપ્રથમ 01 વર્ષ માટે અને ત્યાર બાદ 04 વર્ષ માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલ. જે મશીન 1 માટે તા.28/12/2025 ના રોજ અને મશીન 2 માટે તા.02/03/2026 ના રોજ પૂર્ણ થાય છે. ઉપરોક્ત કામના ટેન્ડરની શરત (ચેપ્ટર નં.05: પેઇઝ નં.46), અનુસાર Comprehensive Operation Maintenance કામની મુદ્દત પૂર્ણ થયા બાદ વધુ 01 (એક) વર્ષ સુધી કામની મુદ્દત વધારી શકાશે તથા તે માટે એજન્સી દ્વારા સંમતિ આપેલ છે.