કોર્પોરેશનના બજેટમાં મહેસૂલી આવક રૂા. 1208 કરોડ, બાકીના 1750 કરોડની આવકનો આધાર સરકારી ગ્રાન્ટ અને જમીન વેચાણ
વિવિધ વેરા પેટે રૂા. 615 કરોડ અને અન્ય જકાત ગ્રાન્ટ પેટે રૂા. 147.56 કરોડની આવક થશે, રૂા. 740 કરોડની જમીનો વેચીને બે છેડા ભેગા કરાશે
કર્મચારીઓના મહેકમ પાછળ જ રૂા. 514.31 કરોડનો ખર્ચ, વોટર વર્કસ અને ડ્રેનેજના નિભાવ-મરામત પાછળ પણ 352.85 કરોડના ખર્ચનો અંદાજ
પાણી પૂરવઠા પાછળ રૂા. 332 કરોડ, રસ્તામાં 288 કરોડ, બ્રિજ અને ડ્રેનેજ પાછળ 429 કરોડ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પાછળ રૂા. 187 કરોડ ખર્ચાશે
રાજકોટ મહાનગરપાલિકાનુ આજે વર્ષ 2025-2026નું રૂા.3112.28 કરોડનુ બજેટ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આજે સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજુ કર્યુ છે અને રૂા.150 કરોડના નવા કરવેરા કરબોજ મંજુર કરે છે. તે આગમી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં નક્કી થઇ જશે પરંતુ આ નવા બજેટમાં મ્યુનિ.કમિશનરે પીવાના પાણી, ડ્રેનેજ, રસ્તા, ઇ-ગવર્નન્સ, જાહેર સ્વચ્છતા, આરોગ્યલક્ષી સેવાઓ, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સહિતના પરિબળો ધ્યાને લીધા છે.
આ બજેટમાં સુરક્ષા કર્મચારીઓ માટે બોડી વિઅર કેમેરા ઉપર ભાર મુકયો છે. સાથો સાથ હાઉસ ટેકસ, પાણીવેરા, ગાર્બેજ કલેકશનચાર્જ, ફાયરટેકસ સહિતના વિવિધ કરવેરાની આવકો સામે વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ પાછળ થનાર ખર્ચનો અંદાજ પણ રજુ કર્યો છે.
મહેસુલી આવકમાં પાણી વેરામાં સુચિત વધારા સહિત રૂા.524.97 કરોડ, વહાનવેરાની રૂા.35 કરોડ, વ્યવસાયવેરાની 40 કરોડ, ખાલી પ્લોટ પરના વેરાની 15 કરોડ અને થિયેટર ટેકસ સહિત રૂા.615.09 કરોડની આવક અંદાજાઇ છે.
જયારે અન્ય મહેસુલી આવકમાં એફ.એસ.આઇ-ટી.પી માંથી રૂા.239 કરોડ, વ્યાજમાંથી રૂા.28.71 કરોડ, એસ્ટેટ-માર્કેટ-દબાણ હટાવમાંથી 28.86 કરોડ, બાંધકામ-વોટરવર્કસ-ડ્રેનેજમાંથી રૂા.14.40 કરોડ, બગીચા-ઝું-સ્નાનાગારમાંથી રૂા.4.68 કરોડ, આવાસના હપ્તમાંથી 5.33 કરોડ, સેન્ટ્રલ સ્ટોર-ફાયરબ્રિગેડ અને અર્બન મેલેરિયામાંથી 6.18 કરોડ તથા અન્ય હિસાબી આવક મળી કુલ રૂા.347.14 કરોડ મળી કુલ રૂા.1208.15 કરોડની આવકનો સમાવેશ થાય છે.
આ સિવાય સ્વર્ણિમ યોજના અમૃત યોજના, બ્રિજ માટેની ગ્રાન્ટ, પ્રધાનમંત્રી આવાસયોજના, સ્વચ્છ ભારત મિશન તેમજ અન્ય મળી કુલ રૂા.908.80 કરોડની ગ્રાન્ટની આવક તથા આવાસ ગૃહ યોજનાના લાભાર્થીઓના ફાળાની રૂા. 86 કરોડની આવકનો અંદાજ છે.
જમીન વેચાણ પેટે રૂા.7.40 કરોડ અને શોપિંગ સેન્ટરના વેચાણ પેટે રૂા.15.40 કરોડ મળી કુલ રૂા.755.40 કરોડની આવકનો અંદાજ મુકાયો છે.
જો કે, કોર્પોેશનના કુલ રૂા. 3112.28 કરોડના બજેટમાં કોર્પોરેશનની વિવિધ વેરા સહિતની મહેસુલી આવક રૂા. 1208.15 કરોડ અંદાજાઈ છે. જ્યારે રૂા. 1750.21 કરોડની આવક વિવિધ સરકારી ગ્રાન્ટ તથા જમીન અને શોપીંગ સેન્ટરના વેચાણો ઉપર આધારીત છે. જેમાં સરકારી ગ્રાન્ટોની 908.80 કરોડ, આવાસ યોજનાઓના લાભાર્થીઓ પાસેથી રૂા. 86.01 અને જમીન તથા શોપીંગ તથા આવાસ વેચાણના રૂા. 755.40 કરોડની આવકનો અંદાજ મુકાયો છે.
મનપાના વર્ષ 2025-26ના આજે રજૂ થયેલા બજેટમાં મહેસુલી ખર્ચ અને મુડી ખર્ચનું વિભાજન કરવામાં આવ્યું છે. મહેસુલી આવક અને મુડી આવક સામે અલગ અલગ પ્રોજેક્ટોના ખર્ચની વિભાજન સાથેની યાદી તૈયાર કરાયેલ છે. જેમાં રૂા. 1203.84 કરોડ મહેસુલી ખર્ચ અને રૂા. 1761 લાખ મુડી ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ આવક સામે ખર્ચનું વિભાજન કરતા મહેસુલી ખર્ચમાં વોટરવર્કસ નિભાવ તથા મરામતના 167.14, મહેકમ 514.31, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ 185.71, ડ્રેનેજ નિભાવ ખર્ચ મરમત 52.31, શિક્ષણ સેવા 45.61, આરોગ્ય તથા આઈસીડીએસ 25.53, ટ્રાન્સપોર્ટ ખર્ચ 42.80, રોડ રસ્તા તતા અન્ય બાંધકામ નિભાવ 35.09, સુરક્ષા તથા ફાયર એન્ડ ઈમરજન્સી સેવા 23.47, લાખ, રોશની નિભાવ/મરામત 16.82, પેટ્રોલ ડિઝલ તથા વર્કશોપ નિભાવ ખર્ચ 15.38, ગાર્ડન નિભાવ મરામત ખર્ચ 13.19, ચુંટણી, વસ્તી, ગણતરી, આધાર ખર્ચ 15.65, સાંસ્કૃતિક વિકાસ વિભાગ 9.97, પ્રોજેક્ટ, સાંસ્કૃતિક વિકાસ તથા રેસકોર્સ સંકુલ 3.66, એએનસીડી નિભાવ 6.19, અન્ય મહેસુલી 31.00 સહિત કુલ મહેસુલી ખર્ચ રૂા. 1203.84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મુડીની આવક સામે ખર્ચનું વિભાજન કરતા પાણી પુરવઠા યોજના ખર્ચ 332.00, રસ્તા 287.96, ડ્રેનેજ યોજના ખર્ચ 206.43, બ્રિજ 222.23, સોલિડવેસ્ટ મેનેજમેન્ટ એન્ડ એર ક્વોલિટી (નાણા પંચ, સ્વચ્છ ભારત મિશન સહિત) 187.50, લોકોપયોગી તથા વિકાસ કામો 34.26, જાહેર સામાજીક સુવિધાઓ 45.04, આવાસયોજના ખર્ચ 83.84, ગાર્ડન અને ઝુ ડેવ. ખર્ચ 48.49, રોશની ખર્ચ તથા સોલાર પાવર પ્રોજેક્ટ 25.24, કોમ્યુ. હોલ, ઓડિટોરિયમ, વાંચનાલય, વોર્ડ ઓફિસ 31.79, આરોગ્ય અને શિક્ષણ સેવા ખર્ચ 21.71, ટ્રાન્સપોર્ટ સુવિધા 10.98, સ્પોર્ટસ, ઈન્ડોર સ્ટેડિયમ, રમત-ગમત સુવિધા 18.55, ફાયર અને ઈમરજન્સી સેવા ખર્ચ 130.01, ટી.પી.ડેવ. ખર્ચ 30.51, લોન-બોન્ડ હપ્તા-વ્યાજ ચૂંકવણી 32.90, અન્ય મુડી ખર્ચ 11.47 સહિત કુલ મુડી ખર્ચ 1761 કરોડ અંદાજવામાં આવ્યો છે.
ઘર વિહોણા લોકોનો સરવે કરી આવાસ અપાશે
જરૂૂરિયાતમંદ એવા તમામ લોકો સુધી આવાસ યોજનાની માહિતી પહોચી શકે તે હેતુ માટે વોર્ડ વાઈઝ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે. જેમાં લોકોને આવાસોની માહિતી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત લોકોને બેન્કના પ્રતિનિધિ દ્વારા લોનને લગત માહિતી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત PMAY-2.0 અંતર્ગત ડિમાન્ડ સર્વેની માહિતી પૂરી પાડવા માટે કોમ્યુનિટી પાર્ટીસિપેન્ટસના ભાગરૂૂપે યુવાનોને સાથે રાખીને લોકોને ફોર્મ ભરવામાં મદદરૂૂપ થઇ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવશે.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન અને ડ્રેનેજના કામો
ડ્રેનેજ પ્રોજેક્ટ અંતર્ગત સફાઇમિત્ર સુરક્ષા હેઠળ સેફ્ટી ઈક્વિપમેન્ટ ખરીદ કરવા બાબત. હયાત 51 એમ.એલ.ડી. સાઇટ પર ખાલી રહેલ જગ્યા પર 50.00 એમ.એલ.ડી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું કામ. પાર્ટ-1 ઓગમેન્ટેશન ઓફ માધાપર સીવેજ પમ્પિંગ સ્ટેશન, પમ્પિંગ મશિનરી, એન્ડ રાઈઝિંગ મેઇન પાઇપ લાઇન વર્ક. વોટર મેનેજમેન્ટ યુનીટ ડ્રેનેજ એન્ડ શાખા શાખા હસ્તકના જુદા-જુદા એસ.ટી.પી. અને ટી.ટી.પી. પ્લાન્ટ પર વેક્યુમ ફિડ ક્લોરિનેશન, ઓટો શટ ઓફ વાલ્વ સિસ્ટમ, સ્ક્રબર સાથે ઇન્સ્ટોલ કરવાનું કામ. ડ્રેનેજ શાખાના ઉપયોગ માટે ટ્રોલી માઉન્ટેડ ડી-વોટરિંગ સેટ ખરીદ કરવાનું કામ ડ્રેનેજ પ્રોજેકટ (બેડીનાકા) શાખા હસ્તકના ચુનારાવાડ પમ્પિંગ સ્ટેશનનું પંપ સેટ જરૂૂરી એસેસરીઝ સાથે ઓગમેન્ટેશન કરવાનુ કામ ડ્રેનેજ શાખાના મોરબી રોડ ખાતે આવેલ પમ્પિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક આઇટમ્સ ઓગમેન્ટેશનનું કામ વેસ્ટ ઝોનના ડ્રેનેજ શાખાના અલગ અલગ પમ્પિંગ સ્ટેશનનો માટે ડી.જી. સેટ ખરીદ કરવાનું કામ 56 એમ.એલ.ડી. રૈયાધાર સુએજ ટ્રીટમેન્ટ ખાતેના બેઝિન માટે ડીફ્યુઝર મેમ્બ્રેન અને એસેસરીઝ ખરીદ કરી ઇન્સ્ટોલેશન કરવાનું કામ
49 કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક તથા ઝૂનું વિસ્તરણ
ઝૂ ખાતે જુદી-જુદી બિલ્ડીંગો, ઇ.એસ.આર., જી.એસ.આર. કલરકામ, તમામ રેસ્ટિંગ શેડના રીનોવેશન ખર્ચ, માર્મોસેટ અને કોયપુ પ્રાણીઓના પાંજરાના બાંધકામ ખર્ચ, આર.સી.સી. કમ્પાઉન્ડ દીવાલ બાંધકામ ખર્ચ, ઝુ ખાતે જુદા જુદા પાંજરામાં-મેઈન્ટેનન્સ કરવાનું કામ, વોટર વર્કસ તથા રોશની મેઇનટેનન્સ ખર્ચ, હયાત બેટરી કાર માટે બેટરી સેટ તથા બેટરી કાર ખરીદી માટે કુલ રૂૂ. 43.15 કરોડના ખર્ચે જુદા-જુદા કામો હાથ ધરવામાં આવનાર છે, જેની વિગતો નીચે મુજબ છે.