રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સીલિંગનું શસ્ત્ર ઉગામી વેરા વિભાગે વધુ 19.80 લાખની વેરા વસૂલાત કરી

04:02 PM Dec 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ સિલિંગ અને જપ્તીનું શસ્ત્ર ઉગામી આજે સ્થળ પર રૂા. 19.80 લાખની વેરાવસુલાત કરી હતી. તેમજ વેરો ન ભરનાર એક આસામીની મિલ્કત સીલ કરી પાંચને જપ્તીની નોટીસ ફટકારી હતી.
મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા 150 ફીટ રીંગરોડ શાસ્ત્રીનગર-13માં આરતી વિદ્યાલય ને નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, આમ્રપાલી સિનેમા નજીક ધ્રુવનગર મેઈન રોડ લક્ષ્મી પ્રોવિઝન સ્ટોર નજીક 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.69,425, પ્રહલાદ પ્લોટ કોર્નર સમર્થ ફોર્થ ફ્લોર ફ્લેટ નં-401 ને નોટીસ સામે રિકવરી રૂૂ.3.02 લાખ, પ્રહલાદ પ્લોટ કોર્નર સમર્થ થર્ડ ફ્લોર ફ્લેટ નં-301 ને નોટીસ સામે રિકવરી રૂૂ.3.13 લાખ, પ્રહલાદ પ્લોટ કોર્નર સમર્થ ફર્સ્ટ ફ્લોર ફ્લેટ નં-101 ને નોટીસ સામે રિકવરી રૂૂ.3.71 લાખ, નવદુર્ગા રોડ સામે પુનીત સોસાયટીમાં કેસર હાઉસ ને નોટીસ સામે રૂૂ.31,240 રિકવરી કરી હતી.

Advertisement

આ કામગીરી નાયબ કમિશ્નરશ્રી સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નરશ્રી સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRMCtax
Advertisement
Advertisement