For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મે મહિનાના પ્રથમ વીકમાં ધો.10-12 બોર્ડના પરિણામો જાહેર થવાની સંભાવના

11:58 AM Apr 15, 2025 IST | Bhumika
મે મહિનાના પ્રથમ વીકમાં ધો 10 12 બોર્ડના પરિણામો જાહેર થવાની સંભાવના

પરિણામ વહેલા જાહેર થવાની આશા દર્શાવતા શિક્ષણમંત્રી

Advertisement

આ વર્ષે ધોરણ 10 અને ધો.12 ની પરીક્ષા વહેલી પુરી થઈ હતી. જેને કારણે પરીક્ષાના રિઝલ્ટ પણ વહેલા આવશે, એમ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું.

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે પરિણામ વહેલાં જાહેર થયાં હતાં, આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, તેથી પરિણામ વહેલાં જાહેર થઈ શકે છે.

Advertisement

મેં મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય એવી શક્યતા છે. આ ઉપરાંત બોર્ડનાં પરિણામ પર ટિપ્પણી કરનાર કેજરીવાલ અને અખિલેશ યાદવ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભગવાન બન્નેને સદબુદ્ધિ આપે, બંને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. પરીક્ષા વહેલી પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલાં જાહેર થવાની શક્યતા છે. પરિણામ વહેલા જાહેર થાય તો ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓએ જલદી પ્રવેશ મેળવી શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement