For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણવાસીઓને મળશે વિશાળ રમત સંકુલની ભેટ

01:06 PM Jun 03, 2025 IST | Bhumika
જસદણવાસીઓને મળશે વિશાળ રમત સંકુલની ભેટ

Advertisement

ગુજરાતના ખેલાડીઓને તાલીમ અને સતત અભ્યાસ હેતુ તેમના નજીકના સ્થળે જ તમામ સુવિધાઓ સાથેના રમત સંકુલની વ્યવસ્થા કરવામાં આવે તેવા મુખ્યમંત્રીશ ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા રમત ગમતને વિશેષ પ્રોત્સાહન આપવા તાલુકા સ્તરે પણ વિશાળ રમત સંકુલના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જસદણવાસીઓને તાલુકા કક્ષાના વિશાળ રમત સંકુલની ભેટ મળશે.

જસદણ ખાતે આશરે 7 એકર જમીનમાં અંદાજે રૂૂ.8.40 કરોડના ખર્ચે તાલુકા કક્ષાના રમત સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંકુલ ખાતે ઇન્ડોર રમતો જેવી કે ટેબલ ટેનીસ, બાસ્કેટ બોલ, કબડ્ડી, ખો ખો, જિમ, યોગા, જુડો, ચેસ, વેટ લીફટ તથા આઉટડોર ગેમ્સમાં એથ્લેટિકસ, ફૂટબોલ, હેન્ડ બોલ અને વોલીબોલની રમતો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તમામ રમતો માટે આવશ્યક ગુણવત્તાસભર સાધનો સાથે 1- ખો-ખો કોર્ટ, 1- વોલીબોલ કોર્ટ, એથલેટિક્સ માટે 200 મીટર રેડ મડી ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, મલ્લખમ માટે વિશાળ જગ્યા, જૂડો, કરાટે, યોગા, મેડીટેશન માટે મલ્ટીપર્પઝ હોલ, ખેલાડીઓ માટે ચેન્જિંગ રૂૂમ, શૌચાલય અને વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

તાલુકા સ્તરના આ સુવિધા રમત સંકુલ થકી જસદણ વિસ્તારના ખેલાડીઓને ઘર આંગણે જ ઉત્કૃષ્ટ તાલીમ મળી રહે છે જેના થકી 2037માં ઓલિમ્પિકની યજમાની કરનારા ગુજરાતમાંથી જ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર ખેલાડીઓ ગુજરાતને મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement