પુષ્પા 2-ધ રૂલનું રિલોડેડ વર્ઝન 17મીએ રિલીઝ થશે
11:39 AM Jan 13, 2025 IST | Bhumika
હિન્દી અને તેલુગુ ભાષામાં પ્રોમો રિલીઝ
Advertisement
ફિલ્મ પુષ્પા 2-ધ રૂૂલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. એક મહિના પછી પણ બોક્સઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. હવે નિર્માતાઓ તેનું રીલોડેડ વર્ઝન થિયેટરોમાં રિલીઝ કરી રહ્યા છે. રવિવારે સવારે રિલીઝ કરવામાં આવ્યો હતો.
નિર્માતાઓએ પ્રોમો સાથે માહિતી આપી હતી કે આ રીલોડેડ વર્ઝન 17 જાન્યુઆરીથી થિયેટરોમાં બતાવવામાં આવશે. આ પ્રોમો તેલુગુ અને હિન્દી બંને ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યો છે. અગાઉ બીજી એક પોસ્ટમાં, નિર્માતાઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે રીલોડેડ વર્ઝન રિલીઝ કરવામાં વિલંબ કેમ થયો? તેમાં લખ્યું છે કે, પુષ્પા 2 ના રીલોડેડ વર્ઝનનું રિલીઝ ક્ધટેન્ટ પ્રોસેસ કરવામાં કેટલીક ટેકનિકલ વિલંબને કારણે વિલંબિત થયું છે.
Advertisement
Advertisement