કણકોટમાં તંત્રની લાલ આંખ: શરતભંગ બદલ 10 કરોડની જમીન ખાલસા
ફળઝાડના વાવેતર માટે લીઝ પર અપાયેલી 12 એકરથી વધુ જમીન પરત લેવાઈ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનો પર થતા દબાણ અને શરતભંગના કિસ્સાઓમાં કડક કાર્યવાહીનો દોર યથાવત છે. રાજકોટ તાલુકાના કણકોટ ગામે ફળઝાડના વાવેતર માટે ભાડાપટ્ટે આપવામાં આવેલી કરોડો રૂૂપિયાની કિંમતી જમીન પર શરતભંગ થતા આસીસ્ટન્ટ કલેક્ટર મહક જૈને જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવાનો મહત્વનો હુકમ કર્યો છે.
કુલ 12 વિઘાથી વધુ જમીન સરકાર હસ્તક મળતી વિગતો મુજબ, કણકોટ ગામે કુલ હેક્ટર 5-05-84 ચો.મી. (એટલે કે આશરે 12 એકર 20 ગુઠા) જમીન વિવિધ સંસ્થાઓને ફળઝાડ માટે ફાળવવામાં આવી હતી. જેની હાલની અંદાજિત બજાર કિંમત રૂૂ. 10 કરોડ જેટલી થવા જાય છે.
ભૂતકાળમાં 1994 અને 1996માં તત્કાલીન કલેક્ટરના હુકમથી નીચે મુજબની સંસ્થાઓને જમીન ફાળવવામાં આવી હતી.સોસાયટી ફોર નેચર એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સ્ટડી: સર્વે નં. 342 પૈકી 1 ની હે. 1-01-16 ચો.મી. જમીન. મહર્ષિ આયુર્વેદ સંસ્થા: સર્વે નં. 342 પૈકી 22 ની હે. 2-02-34 ચો.મી. જમીન. નરસિંહ મહેતા પર્યાવરણ ફાઉન્ડેશન: સર્વે નં. 342 પૈકી 19 અને 20 ની કુલ બે ટુકડા મળીને હે. 2-02-34 ચો.મી. જમીન. આ જમીન નવી અને અવિભાજ્ય શરતે તથા નિયંત્રીત સત્તા પ્રકાર હેઠળ ફળઝાડના વાવેતર માટે ભાડાપટ્ટે અપાઈ હતી. જોકે, તપાસમાં જણાયું હતું કે: પટ્ટાની મુદત પૂર્ણ થયા બાદ તેને રિન્યુ કરવામાં આવ્યો ન હતો. મુખ્ય શરત મુજબ જમીન પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ન હતું. આ બાબતે સંબંધિત પક્ષકારોને રજૂઆતની પૂરતી તક આપવામાં આવી હતી. પરંતુ અંતે શરતભંગ સ્પષ્ટ થતા આસીસ્ટન્ટ કલેક્ટર મહક જૈન દ્વારા આ તમામ જમીન નસરકાર દાખલથ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે.