For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો

05:22 PM Aug 20, 2025 IST | Bhumika
દિલ્હીના cm ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો

ઘેરથી ઉજજૈન જવાનું કહીને નીકળ્યા બાદ કૂતરાના સમાચાર સાંભળી દિલ્હી પહોંચી ગયો

Advertisement

માનસિક હાલત ઠીક નહીં હોવાનું માતાનું નિવેદન, પશુ-પક્ષીઓની સેવાની ધૂન સવાર થઇ છે

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને ફડાકો મારનાર રાજકોટના રાજેશ ખીમજી સાકરીયા નામનો યુવાન અલગારી અને પશુ-પ્રેમી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ક-2માં રહેતો આ યુવાન ઘરેથી ઉજજૈન જવાનું કહીને નિકળ્યા બાદ દિલ્હી કોર્ટમાં રખડતા કુતરાઓ ઉપર નિયંત્રણ લાદવા ચાલતા કેસને લઇને દિલ્હી રોકાઇ ગયો હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.

Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી પર રાજકોટના યુવાને હુમલો કર્યાની ઘટના બાદ કોઠારીયા રોડ ઉપર આવેલા તેના ઘર ઉપર સવારથી મીડીયા અને પોલીસનો જમાવડો જોવા મળ્યો હતો. રાજેશ સાકરીયાની માતા અને પરિવારજનોએ મીડીયા સમક્ષ વાત કરી હતી.

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આાવેલા ગોકુલ પાર્ક શેરી નંબર 2માં રહેતા રાજેશ સાકરિયાના ઘર પર આજી ડેમ પોલીસની ટીમ પણ રાજેશ સાકરિયાના પરિવારજનોની પૂછપરછ માટે આવી પહોંચી હતી. રાજેશના માતાએ જણાવ્યું હતું કે, તે રવિવારે ઉજ્જૈન જવાનું કહી નીકળ્યો હતો. તે પશુપ્રેમી છે. દિલ્હીમાં કૂતરાના સમાચાર સાંભળી તે દિલ્હી પહોંચ્યો હતો. તેની માનિસક હાલત ઠિક નથી ઘરના લોકો સાથે પણ અવારનવાર મારામારી કરતો રહે છે.

રાજેશની માતા ભાનુબેન ખીમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે, રાજેશ પશુ પ્રેમી હતો. દિલ્લીમાં શેરીના રખડતા શ્વાન અંગે સમાચાર જોઈ ઘરમાં સેટીમાં બેઠો હતો ત્યારે હાથ પછાડતો હતો. ગત રવિવારના રોજ ઉજૈન જવાનું કહી ઘરેથી નીકળો હતો. ગઈકાલે પરિવારે ફોન કરતા હું દિલ્લી આવ્યો છું કુતરા માટે કહી ફોન કટ કરી દીધો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, મારો દીકરો કૂતરા પ્રેમી છે, ગાય અને ચકલાઓ પ્રત્યે પણ પ્રેમ છે. તે પશુ-પક્ષીઓની સેવાનું જ કામ કરે છે. ઘરમાં રોટલા પડ્યા હોય તો કૂતરા માટે લઈ જાય. મેં ફોન કર્યો તો કહ્યું કે, હું દિલ્હી ગયો છું એટલે મેં કહ્યું કે તું ઉજ્જૈન ગયો હતોથને તો તેણે કહ્યું કે, હું કૂતરા માટે દિલ્હી ગયો છું. દીકરો પરિણીત છે અને સંતાનમાં એક દીકરો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દીકરો રાજેશ દારૂૂ પીવાની ટેવ ધરાવતો હતો પરંતુ છેલ્લા 5 વર્ષથી દારૂૂ પિવાનું પણ બંધ કરી દીધું હતું તેનો મગજ તામસી મગજનો. મને અને તેની પત્ની ઉપર પણ હુમલો કરતો હતો. પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે પશુ હોસ્પિટલ રાજકોટમાં બનાવી છે તેવી વાતો પણ કરતો હતો.
રાજેશ સાકરિયાની પાડોશમાં રહેતા રાજેશ પટેલે જણાવ્યું હતું કે, તે પશુપ્રેમી માણસ છે. તે બીજી કોઈ માથાકૂટ કરતા નથી. પશુપ્રેમના કારણે આ બન્યું હોય શકે. તે રોજ કૂતરાને દૂધ અને રોટલા ખવરાવે છે. દિલ્હીના સીએમ પર હુમલો કરનાર રાજેશ સાકરિયાના ભાઈ ભરત સાકરિયા અને પિતા પણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

રાજેશ સાકરિયા બે-અઢી વર્ષ પહેલા ભુખ હડતાલ પર ઉતર્યો હતો
ગોકુલ પાર્ક-2માં રહેતા રાજેશ સાકરીયાના પડોશીઓએ જણાવ્યું હતું કે રાજેશ ઉપર પશુપ્રેમની ધુન સવાર છે. સતત એવું બોલ્યા કરે છે કે, પશુઓની કોઇને પડી નથી. પશુઓ માટે કોઇ કાંઇ કરતુ નથી. પડોશીઓના કહેવા પ્રમાણે બે અઢી વર્ષ પહેલા પશુ હોસ્પીટલ બનાવવાની જીદ સાથે રાજેશ ભુખ હડતાલ ઉપર પણ ઉતર્યો હતો પરંતુ સમાજના આગેવાનોએ સમજાવી- ખાતરીઓ આપી પારણા કરાવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement