રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કલેક્ટર તંત્ર દ્વારા નાગરિક બેંકના બે ડિફોલ્ટરોની મિલકતોનો કબજો લેવાયો

04:35 PM Oct 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ નાગરિક બેંકના ડિફોલ્ટરો સામે અંતે કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને લોન નહીં ભરનાર બે આસામીની મિલકતોનો કબજો લઇ લેવામાં આવ્યો હતો.

રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ પૂર્વના મામલતદાર એસ. જે. ચાવડા અને સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ નોંધાયેલ બે કેસો અંગેની મિલકત નો કબ્જો લેવામાં આવેલ હતો. બાકીદારો વનરાજસિંહ વજુભા જાડેજા અને જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા પાસે તા. 30/06/2015 સુધી બાકી પડતી લેહણી રકમ અનુક્રમે 10,51,473 અને 10,43,439 અને ત્યારબાદ ચડત વ્યાજની રકમની વસુલાત કરવા માટે બાકીદાર ની મિલ્કતનો કબજો લઈ અને અધિકૃત અધિકારી, રાજકોટ નાગરિક સહકારી બેંક લી. ને સોંપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉપરોકત બે પૈકીના એક બાકીદાર વનરાજસિંહ જાડેજાએ અગાઉ આપેલ ચેક રિટર્ન થતા વર્ષ 2022માં તેમને કોર્ટે સજા પણ ફટકારી હતી.

Tags :
Citizen Bank
Advertisement
Next Article
Advertisement