રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજકેટની પરીક્ષા માટે મંગળવારથી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

01:21 PM Dec 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઈજનેરી તથા ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનારી ગુજકેટને લઈને ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. 23 માર્ચે લેવાનારી ગુજકેટ માટે 17 ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ કરાશે. જેમાં શાળાઓ દ્વારા 31 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા માટે રૂૂ. 350 ફી નક્કી કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ભરવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ-અ ગ્રૂપ-ઇ અને ગ્રુપ-અઇના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઉમેદવારોના ઓનલાઈન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ગુજકેટ- 2025 માટે વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ પરથી 17 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા ફી રૂૂ. 350 નક્કી કરવામાં આવી છે, જે ઓનલાઈન અથવા તો બ્રાંચ પેમેન્ટના ઓપ્શન દ્વારા કોઈ પણ બ્રાંચમાંથી ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર કરજિયાત ભરવાનું રહેશે.

નોંધનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી - ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ 23 માર્ચના રોજ લેવાનો નિર્ણય કરાયો છે. 17 માર્ચના રોજ શિક્ષણ બોર્ડની પરીક્ષા પુર્ણ થયા બાદ 23 માર્ચના રોજ ગુજકેટ લેવામાં આવશે. ગુજકેટ આ વખતે પણ જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે જ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newsGUJCET examonline forms
Advertisement
Next Article
Advertisement